• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Stock Market» Tata Motors Share On 52 Week High

રેટિંગ અપગ્રેડ થતાં ટાટા મોટર્સનો શેર 52 સપ્તાહની ઉંચાઇએ

રેટિંગ અપગ્રેડ થતાં ટાટા મોટર્સનો શેર 52 સપ્તાહની ઉંચાઇએ

જેએલઆર દ્વારા અનેક પ્રોડક્ટોનું લોન્ચિંગ અને ચીનમાં મંદીનાં ઓછા થઇ રહેલા ભયને પગલે ટાટા મોટર્સ આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે, તેમ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની CLSA એ પોતાની એક યાદીમાં જણાવ્યું છે.

આ અહેવાલને પગલે ટાટા મોટર્સનો શેર આજે શરૂઆતનાં ટ્રેડિંગમાં 5 ટકા વધી 329.50 રૂપિયાની તેની 52 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.

વિતેલ 2012નાં વર્ષમાં ટાટા મોટર્સ સેન્સેક્સની ટોપ પર્ફોમિંગ કંપનીઓમાઁથી એક રહી છે. કંપનીનો શેર ગયા વર્ષે 75 ટકા જેટલો વધ્યો છે, તેની સામે સેન્સેક્સ આ જ સમયગાળા દરમિયાન 26 ટકા જ વધ્યો હતો.

એશિયા પેસિફીક ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી બ્રોકર અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની સીએલએસએ એ ટાટા મોટર્સનું રેટિંગ  'outperform' થી વધારીને  'buy' કર્યું છે. કંપની જેગુઆર અને લેન્ડ રોવરની વધુ પ્રોડક્ટો લોન્ચ કરશે તેવા અહેવાલોનાં બળે આ રેટિંગ અપગ્રેડ કરાયું છે.
 

Related Articles
સ્મોલ કેપમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 51.10 પોઇન્ટ વધ્યો
ટાટા પાવરે મુંદ્રા પ્રોજેક્ટમાં 800 મેગાવોટનાં નવા યુનિટનો કર્યો ઉમેરો
સેન્સેક્સ ૨૧૭૦૦ થશે : HSBC

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.