• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» Reliance In Holiday Will Be 12 Weeks Who Become Mother By Surrogacy

રિલાયન્સમાં સરોગેસીથી મા બનનારને 12 સપ્તાહની રજા

રિલાયન્સમાં સરોગેસીથી મા બનનારને 12 સપ્તાહની રજા
(તસવીર પ્રતિકાત્મક)
 
નવી દિલ્હી:ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરોગેસી દ્વારા બનતી બાળકની માતાઓને 12 સપ્તાહની પગાર સાથેની રજા આપવાની શરૂઆત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નવા મેટર્નિટી કાયદાની જોગવાઇઓનો અમલ શરૂ કર્યો છે. પગાર સાથેની 12 સપ્તાહની રજાઓની ગણતરી બાળકની સોંપણીની તારીખથી ગણવામાં આવશે. ફિક્સ્ડ ટર્મ અને ટ્રેની કર્મચારીઓને પણ એટલી જ પેઇડ મેટર્નિટી લીવ આપવામાં આવશે.
 
2017ની પહેલી એપ્રિલથી મેટર્નિટી લીવનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો
 
રિલાયન્સે નિયમિત કર્મચારીઓ માટે 180 દિવસની મેટર્નિટી લીવને વધારીને 182 દિવસ (26 સપ્તાહ) કરી દીધી છે.  2017ની પહેલી એપ્રિલથી મેટર્નિટી લીવનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.ત્રણ મહિનાથી ઓછી વયના બાળક દત્તક લેતી નોકરી કરતી મહિલાઓ જેટલી જ સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓને પેઇડ લીવ આપવામાં આવશે. નવા કાયદા મુજબ ત્રીજા બાળક માટે મહિલાને મેટર્નિટી લીવ 12 સપ્તાહ (84 દિવસ)ની મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એચઆર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મહિલા કર્મચારીઓને માતૃત્વ સમયમાં સંતાનોની યોગ્ય સંભાળ લઈ શકાય તે માટે આ સુવિધા અપાશે.
(Policy & Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reliance in holiday will be 12 weeks who become mother by surrogacy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.