• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Agri» Onion Record Break 210 Lac Tons And Potatoes Fell By 9 Percent Production

ડુંગળીનું રેકોર્ડ બ્રેક 210 લાખ ટનનું ઉત્પાદન : બટાટાનું 9% ઘટ્યું

ડુંગળીનું રેકોર્ડ બ્રેક 210 લાખ ટનનું ઉત્પાદન : બટાટાનું 9% ઘટ્યું
નવીદિલ્હી:દેશમાં ચાલુ વર્ષે ડુંગળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન રહ્યું છે. જુન અંતના પુરા થતા વર્ષ દરમિયાન ડુંગળીના ઉત્પાદનમાં 11 ટકાનો જંગી વધારો થઇને 210 લાખ ટનને આંબી ગયું હોવાનું સરકારના અહેવાલમાં દર્શાવાયું છે. જે ગત વર્ષે 189.2 લાખ ટનનું રહ્યું હતું. ડુંગળીના ઉંચા ઉત્પાદન સામે નિકાસ પર રોક હોવાના કારણે દેશમાં મુખ્ય ઉત્પાદક મથકો પર ડુંગળીના ભાવ પાણી-પાણી થઇ ગયા છે. 
 
કિલો દીઠ રૂા.45 હતા તેના અત્યારે ઘટીને માત્ર રૂા.7 પ્રતિકીલો બોલાઇ રહ્યાં છે
 
ગતવર્ષે આ સમયે ડુંગળીના ભાવ મથકો પર હોલસેલમાં કિલો દીઠ રૂા.45 હતા તેના અત્યારે ઘટીને માત્ર રૂા.7 પ્રતિકીલો બોલાઇ રહ્યાં છે. ડુંગળીની સાથે ટમેટાના ઉત્પાદનમાં 12 ટકાનો વધારો થઇને 184 (163) લાખ ટન નોંધાયું છે. જ્યારે બટાટાના ઉત્પાદનમાં 9 ટકા સુધીનો ઘટાડો થઇને 437 લાખ ટન રહ્યું છે જે અગાઉના વર્ષે 480 લાખ ટન રહ્યું હતું. જ્યારે ફ્રુટ તથા સ્પાઇસીસના ઉત્પાદનમાં પણ 2 થી 4 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે.
 
ઘઉંની આયાત 8.25 લાખ ટન થવા અંદાજ
 
દેશમાં ઘઉંના અનુમાન કરતા નબળા ઉત્પાદન અને ગુણવત્તાના અભાવે મિલરો દ્વારા ચાલુ વર્ષે 8.25 લાખ ટન ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ તથા યુક્રેઇનથી આયાત કરશે તેવી શક્યતા છે. સરકારે ઘઉં પરની આયાત ડ્યૂટી 25 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવામાં આવ્યા બાદ ઘઉંની આયાતમાં સતત વધારો થયો છે.
 
ઓસ્ટ્રેલિયાથી જ માત્ર 5 લાખ ટનની આયાત કરવામાં આવી હતી

છેલ્લા એક દાયકામાં ગતવર્ષે ઓસ્ટ્રેલિયાથી જ માત્ર 5 લાખ ટનની આયાત કરવામાં આવી હતી. સ્થાનિકમાં નબળા ઉત્પાદન સાથે ગુણવત્તાનો અભાવ અને આંતરરાષ્ટ્રીય બજારની તુલનાએ સ્થાનિકમાં ઉંચા ભાવ હતા. જુલાઇ અને ઓગસ્ટ મહિના દરમિયાન 8.25 લાખ ટનના સોદા ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ તથા યુક્રેનમાં થઇ ચૂક્યા હોવાનું રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ એમકે દત્તા રાજે જણાવ્યું હતું. ગત મહિને ઓસ્ટ્રેલિયાથી 60 હજાર ટન અને યુક્રેન તથા ફ્રાન્સથી 30 હજાર ટન ઘઉંની આયાત થઇ ચૂકી છે. દેશમાં ઉત્પાદન 850-860 લાખ ટન 2015-16 વર્ષ દરમિયાન રહી જશે. જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉત્પાદનનો અંદાજ 880 લાખ ટનનો મુકવામાં આવ્યો છે. તેની સામે સરકાર દ્વારા ઘઉંના પાકનો અંદાજ સૌથી ઉંચો 935 લાખ ટનનો દર્શાવાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદીમાં પણ જંગી ઘટાડો રહ્યો છે.
 
ઉત્પાદનની સ્થિતિ
 
વિગત     2016     2015    તફાવત
ડુંગળી    210    189.2    +11%
ટમેટા    184    163    +12%
બટેટા    437    480    -9%
શાકભાજી    1670    --    --
ફ્રુટ    910    891.8    +2%
સ્પાઇસીસ    60    57.6    +4%
હોર્ટિકલ્ચર    2830    2809.8    --
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: onion record Break 210 Lac tons and potatoes fell by 9 Percent Production
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.