• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» Now Rs 21 Thousand Salaried Can Also Be Found Advantage ESIC

હવે રૂ. 21 હજારના પગારદારોને પણ ESICનો લાભ મળી શકશે

હવે રૂ. 21 હજારના પગારદારોને પણ ESICનો લાભ મળી શકશે
જયપુર: જાહેર ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓ માટે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઈએસઆઈસીની પગારમર્યાદા માસિક રૂ. 15 હજારથી વધારીને રૂ. 21 હજારની કરી દીધી છે. નવી સુવિધા 1 જાન્યુઆરી 2017થી લાગુ પાડી દેવામાં આવી છે. હવે રૂ. 21 હજારના પગારદારોને પણ ઈએસઆઈસીની સુવિધાનો લાભ મળી શકશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. રિજનલ ડિરેક્ટર જી. એસ. ગીરીએ જણાવ્યું હતું કે આ પગલાં મારફતે મંત્રાલય વધુમાં વધુ કામદારોને સામાજિક સુરક્ષા આપવા માગે છે. 
 
વીમાદારોને દાવાની રકમ સીધી તેમનાં ખાતાંમાં મળે તે માટે તેમનાં ખાતાં ખોલાવવામાં આવી રહ્યાં છે. જેથી ઈએસઆઈસીની કાર્યપદ્ધતિને ડિજિટલ તેમજ પારદર્શી બનાવવામાં આવે. હાલ દેશમાં 8.28 કરોડ લોકોને આ સુવિધાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત મંત્રાલયે નિયોજક અને કર્મચારી પ્રોત્સાહન યોજનાને પણ મંજૂરી આપી છે. અત્યાર સુધી જે લોકો પોતાના કર્મચારીઓની નોંધણી કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નથી કરાવી શક્યા તેમને હવે 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now Rs 21 thousand salaried can also be found advantage ESIC
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.