• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» More Specifically Require Banks To Get Rid Of The Problem Of The NPA By SBI

બેન્કોને NPAની સમસ્યાથી છુટકારો મેળવવા વધુ સ્પષ્ટતા જરૂરી : SBI

બેન્કોને NPAની સમસ્યાથી છુટકારો મેળવવા વધુ સ્પષ્ટતા જરૂરી : SBI
મુંબઈ:સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યે કહ્યું હતું કે બેન્કોને તણાવગ્રસ્ત એસેટની સમસ્યાને સુલઝાવવા માટે કેટલીક વધુ સ્પષ્ટતા જરૂરી છે, જેથી એનપીએથી છુટકારો મળી શકે. અમે નોન-પર્ફોર્મિગ એસેટ (એનપીએ)ની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય એ માટે પ્રયાસો કરી રહ્યા છે, પણ આ મુદ્દે વધુ કેટલીક સ્પષ્ટતા જરૂરી છે. એનપીએ બાબતે કોઈ નક્કર ફોર્મ્યુલા આપવી રહી, અન્યથા આ સમસ્યાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે,  એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. બેન્કોને બેડ એસેટના ઉકેલ વખતે જે નુકસાન થાય એની ચોપડે માંડી વાળવાની મંજૂરી આપવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
 
એનપીએમાં થોડાં ત્રિમાસિક ગાળામાં  વધારો થાય તો?
 
બેન્કોએ એનપીએના ઉકેલ લાવતી વખતે ક્યારેક વધુ મોટા નુકસાનની તૈયારી રાખવી પડે, નહીં તો પછી એ એનપીએમાં થોડાં ત્રિમાસિક ગાળામાં  વધારો થાય તો? પછીથી એ સમસ્યા ફરી વાર માથું ઊંચકે એવું બને. અમારે કેટલાકં ટાઇપના સાધનો અથવા કન્વર્ઝન (એનપીએનું રૂપાંતર) અથવા ચોક્કસ પ્રકારનાં રૂપાંતર જેમાં સેબી વધારરો કરી શકે અને તેમણે આ રૂપાંતરના બદલામાં એસડીઆરની મંજૂરી આપવી જોઈએએણ, તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક વાર બેન્કો એનપીએને લગતી સમાધાન પ્રક્રિયા આરંભે પછી બેન્કરના નિર્ણયને પછીથી પડકારવામાં ના આવવી જોઈએ. 
 
અમે ખાતરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ
 
અમારે એટલી ખાતરી જોઈએ છે કે અમે જે પ્રક્રિયા કરી એ માટે સવાલો ના ઊભા થવા જોઈએ, અને એટલે આ માટે કેટલીક ચોક્કસ જરૂરિયાતો છે, જે સંદર્ભે અમે ખાતરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું. બેન્કિંગ ક્ષેત્રએ રોડ્સ મંત્રાલયને રોડ્સ પ્રોજેક્ટો માટે વૈશ્વિક કન્સલ્ટન્ટને આયોજન તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. રોડ્સ પ્રધાન સાથે હાલમાં થયેલી મીટિંગમાં અમે પ્રોજેક્ટની યોજના તૈયાર કરવા વૈશ્વિક કન્સલ્ટન્સી એજન્સીઓનું સૂચન કર્યું હતું અને આ એજન્સીઓ તેમના ભવિષ્યના પ્રોજેક્ટોને ક્રમાંક આપવા સૂચન કર્યું હતું. આ સૂચનોને મંત્રાલયે સ્વીકાર્યાં હતાં, એમ તેમણે કહ્યું હતું.
 
NPS ખાનગી સબસ્ક્રિપ્શનમાં 60 ટકા વધારો
 
પીએફઆરડીએએ જણાવ્યું હતું કે ન્યુ પેન્શન સ્કીમમાં એપ્રિલ, 2016થી જાન્યુ., 2017 સુધીમાં અગાઉના બજેટમાં કરમુક્તિ આપવામાં આવતાં ખાનગી ક્ષેત્રના સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હતો. અમારી પાસે ખાનગી ક્ષેત્રના 8.82 લાખ એનપીએસ સબસ્ક્રાઇબર્સ છે. અમારી ધારણા પ્રમાણે 31 માર્ચ સુધીમાં એ સંખ્યા વધીને 10 લાખ થવાની છે, એમ પીએફઆરડીએના ચેરમેન હેમંત કોન્ટ્રેક્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એનપીએસ માટે આઇએલ એન્ડ એફએસ ડેવલપમેન્ટ કોર્પોરેશનને બાયર કરવામાં આવી છે. બજેટ, 2016માં સરકારે 80સીની કલમ હેઠળ રૂ. 1.5 લાખની મર્યાદામાં એનપીએસમાં રૂ. 50,000ની સુધીની રકમ પર વધારાની કરમુક્તિ જાહેર કરી હતી.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.