• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» India Foreign Debt Increased By USD 10 Billion To USD 486 Billion News

દેશનું વિદેશી દેવું 10.6 અબજ ડોલર વધી 486 અબજ ડોલરે

દેશનું વિદેશી દેવું 10.6 અબજ ડોલર વધી 486 અબજ ડોલરે
મુંબઇ:દેશનું વિદેશી દેવું માર્ચ-16ના અંતે 10.6 અબજ ડોલર વધી 485.6 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે. ખાસ કરીને આઉટસ્ટેન્ડિંગ એનઆરઆઇ ડિપોઝીટ્સના કારણે તેમાં વધારો થયો હોવાનું આરબીઆઇએ જણાવ્યું છે. જીડીપીમાં વિદેશી દેવાનો રેશિયો 23.7 ટકાની સપાટીએ રહ્યો છે. જે આગલાં વર્ષે 23.8 ટકા રહ્યો હતો. તેજ રીતે શોર્ટટર્મ દેવાનું પ્રમાણ આગલાં વર્ષના 38.2 ટકાથી વધી 42.6 ટકા રહ્યું છે.
 
ડોલર સહિતની મુખ્ય કરન્સી સામે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાના મૂલ્યમાં થયેલા નોંધપાત્ર ઘટાડાના પગલે વિદેશી દેવામાં વધારો થયો હોવાનું આરબીઆઇએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે. આરબીઆઇના ડેટા અનુસાર વ્યાપારી દેવાઓનું પ્રમાણ 37.3 ટકા જ્યારે એનઆરઆઇ ડિપોઝીટ્સનું પ્રમાણ 26.1 ટકા તથા શોર્ટટર્મ ટ્રેડ ક્રેડિટનું પ્રમાણ 16.5 ટકા રહ્યું છે. આ ગાળા દરમિયાન ડેટ સર્વિસ પેમેન્ટ કરન્ટ રિસિપ્ટ્સના 8.8 ટકા (7.6 ટકા) રહ્યું છે. દરમિયાનમાં ચોક્કસ નિર્ધારિત મર્યાદાથી ઉપરની ઇસીબી દરખાસ્તોને હવેથી ઝડપી મંજૂરી માટે એમ્પાવર્ડ કમિટી સમક્ષ મૂકવામાં આવશે. આરબીઆઇ આવા કેસોમાં એમ્પાવર્ડ કમિટીની ભલામણના આધારે અંતિમ નિર્ણય લેશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં જેમ ઘટાડોકે વધારો થાય તેમ વિદેશી દેવાના પ્રમાણમાં અસર થાય છે.

એસીયુ મિકેનિઝમ સસ્પેન્ડ કરતી RBI
 
યુરો-ડિનોમિનેટેડ એશિયન ક્લિયરિંગ યુનિયન (એસીયુ) સેટલમેન્ટ સિસ્ટમ વિચારણા હેઠળ હોવાથી આરબીઆઇએ ધિરાણકર્તાઓને નિર્દેશ કર્યો છે કે તેમણે મિકેનિઝમની બહાર રહીને ટ્રાન્ઝેકશન પ્રોસેસ કરવાના રહેશે. તા. 1લી જુલાઇથી આ સિસ્ટમ સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. જે વધુ નિર્દેશ કરવામાં આવે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવું સેન્ટ્રલ બેન્કે એક યાદીમાં જણાવ્યું છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.