• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Imports Continued To Fall To 23 And Exports Declined By 7 Percent Of India's Foreign Trade

ભારતના વિદેશ વેપારમાં સતત ઘટાડો આયાત 23%, નિકાસ 7% ઘટી

ભારતના વિદેશ વેપારમાં સતત ઘટાડો આયાત 23%, નિકાસ 7% ઘટી
અમદાવાદ:એપ્રિલ માસ દરમિયાન દેશની નિકાસો 6.74 ટકા ઘટી 20.5 અબજ ડોલરની થઇ છે. જે દર્શાવે છે કે, નિકાસોમાં છેલ્લા 17 મહિનાથી સતત ઘટાડો થઇ રહ્યો છે. તેજ રીતે આયાતો પણ 23.1 ટકા ઘટી 25.41 અબજ ડોલરની સપાટીએ પહોંચતા દેશની વ્યાપાર ખાધ આગલાં વર્ષના 11 અબજ ડોલરની સપાટી સામે ઘટી 4.84 અબજ ડોલરની થઇ છે. નિકાસ થતી 30 આઇટેમ્સ પૈકી 16 આઇટેમ્સની નિકાસોમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના કારણે ભારતનો વિદેશ વ્યાપાર સતત ઘટી રહ્યો છે. 
 
ઓઇલઆયાત એપ્રિલમાં 24.01 ઘટી 5.6 અબજ ડોલર અને નોન-ઓઇલ આયાતો 22.83 ટકા ઘટી 19.75 અબજ ડોલરની થઇ છે. એપ્રિલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસની નિકાસો 28.15 ટકા ઘટી 1.97 અબજ ડોલરની જ્યારે એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસો 19 ટકા ઘટી 4.76 ટકા રહી છે. આ બન્ને સેક્ટર્સ દેશની કુલ નિકાસોમાં સિંહફાળો ધરાવે છે. તે ઉપરાંત કાર્પેટ, લેધર, ચોખા અને કાજૂની નિકાસોમાં પણ નકારાત્મક વૃદ્ધિ નોંધાઇ છે. જોકે, ચા, કોફી, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફાર્માસ્યુટિકલ્સની નિકાસોમાં થોડો સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, માર્ચના અંતે પુરા થયેલા સમગ્ર વર્ષ માટે દેશની નિકાસો 15.8 ટકા ઘટી 261.13 અબજ ડોલરની પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી છે.
 
આયાત-નિકાસ ખાઘ સ્થિતિ
વિગત     એપ્રિલ-16     એપ્રિલ-15    ઘટાડો (%)

આયાત    25.41    33.04    23.0
નિકાસ    20.56    22.05    6.74
વ્યાખાઘ    4.84    10.99    --
    
સોનાની આયાતમાં 60%નો જંગી ઘટાડો
 
એપ્રિલ માસમાં સોનાની આયાત પણ 3.13 ડોલર સામે 60.47 ટકા ઘટી 1.23 અબજ ડોલરની સપાટીએ રહી છે. સરકારની સોનાની ખરીદી, આયાત ઉપરના સંખ્યાબંધ નિયંત્રણોના કારણે સોનાની આયાતમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ગાળા દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસો જોકે 17.23 ટકા વધી 3.45 અબજ ડોલર (2.94 અબજ ડોલર)ની થઇ છે. જોકે, ચાંદીની આયાત 31.39 ટકા ઘટી 218.98 મિલિયન ડોલરની થઇ છે. દેશમાં જ્વેલર્સોની હડતાળના કારણે સોનાની આયાતમાં જંગી ઘટાડો નોંધાયો છે. સામે નિકાસ પણ ઘટી હતી.
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Imports continued to fall to 23 and exports declined by 7 Percent of India's foreign trade
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.