• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» IIP Nine-Month Low In August Down 0 Point 7 Par Cent

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન નવ માસના તળિયે: IIP 0.7% ઘટ્યો

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન નવ માસના તળિયે: IIP 0.7% ઘટ્યો
(તસવીર પ્રતિકાત્મક)
 
નવી દિલ્હી: મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને કેપિટલ ગુડ્સ સેગમેન્ટને લીધે સતત બીજા મહિને ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન (આઇઆઇપી)માં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફેક્ટરી ઉત્પાદન દર્શાવતો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન  જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ અને કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રમાં ઘટાડાને લીધે આઠ મહિનાના તળિયે (-) 2.49 (સુધારેલો)ના સ્તરે પહોંચ્યો હતો. 
 
ઓગસ્ટનો આઇઆઇપી જુલાઈથી પણ નીચો આવ્યો હતો. એપ્રિલ-ઓગસ્ટ દરમ્યાન ફેક્ટરી આઉટપુટ કુલ એકત્રિત ધોરણે 0.3 ટકા ઘટ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4.1 ટકાનો ગ્રોથ થયો હતો. જાહેર થયેલા સત્તાવાર આંકડામાં દર્શાવ્યા મુજબ આઇઆઇપી ઇન્ડેક્સમાં 75 ટકા હિસ્સો ધરાવતા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ઓગસ્ટમાં દેખાવ ગયા વર્ષના સમાન સમયગાળામાં 6.6 ટકાની તુલનાએ 0.3 ટકા ઘટ્યું હતું. 
 
ઓગસ્ટમાં કેપિટલ ગુડ્ઝનું આઉટપુટ ગયા વર્ષના સમાન સમયગાળાના 21.3 ટકાની સરખામણીએ નોંધપાત્ર 22.2 ટકા ઘટ્યું હતું. ઓગસ્ટમાં ખાણકામની કામગીરી ઓગસ્ટ, 2015ના 4.5 ટકાના ગ્રોથની તુલનાએ 5.6 ટકા ઘટી હતી. જ્યારે પાવર જનરેશન ફરી એક વાર સ્થિર ગયા વર્ષના સમાન સમયગાળાના 5.6 ટકાના થયેલા વિસ્તરણની તુલનાએ સ્થિર (0.1 ટકા) રહ્યું હતું. 
 
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો 2.3 ટકાનો ગ્રોથ નોંધાવ્યો હતો, જ્યારે નોન-ડ્યુરેબલ્સ સેગમેન્ટનો ગ્રોથ સ્થિર રહ્યો હતો. ઓગસ્ટમાં ઓવરઓલ કન્ઝ્યુમર ગુડ્ઝનું ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયગાળાના 6 ટકાની તુલનાએ 1.1 ટકા નોંધાયું હતું. ઉદ્યોગવાર જોઈએ તો 22માંથી સાત ઉદ્યોગોએ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ઉત્પાદન ક્ષેત્રે નબળો દેખાવ કર્યો હતો.
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IIP nine-month low in August down 0 Point 7 par cent
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.