• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» Gratuity Is Constitutional Rights And Also Property Of Staff Say HC

ગ્રેચ્યુઈટી બંધારણીય અધિકાર સાથે કર્મચારીની સંપત્તિ પણ : હાઈકોર્ટ

ગ્રેચ્યુઈટી બંધારણીય અધિકાર સાથે કર્મચારીની સંપત્તિ પણ : હાઈકોર્ટ
બિલાસપુર(છત્તીસગઢ):છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું કે કર્મચારીની ગ્રેચ્યુઈટી તેની સંપત્તિ અને બંધારણીય અધિકાર છે. સુપ્રીમકોર્ટના એક ચુકાદાનો હવાલો આપતાં જસ્ટિસ પ્રીતિંકર દિવાક અને જસ્ટિસ સંજયના અગ્રવાલની બેન્ચે કહ્યું કે સરકાર દ્વારા પેન્શન અને ગ્રેચ્યુઈટી કર્મચારીઓને નિવૃતી પર પુરસ્કાર તરીકે વહેંચાતા નથી પરંતુ આ તેમની સંપત્તિ છે.
 
તેની ચુકવણીમાં વિલંબ પર વર્તમાન વ્યાજ દર સાથે દંડની ચૂકવણી પણ કરવી જોઈએ. છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં ગ્રેચ્યુઈટીને કર્મચારીની સંપત્તિ સાથે બંધારણીય અધિકાર ગણાવ્યો છે. એસઈસીએલમાં કાર્યરત કરનેલ સિંહ 35 વર્ષની સેવા બાદ 31 જુલાઈ 2013માં નિવૃત થયા. કંપનીએ એનઓસી રજૂ ન કરવા અને સેવા દરમિયાન ફાળવેલ આવાસ ખાલી ન કરવાના આધારે તેમની ગ્રેચ્યુઈટી ન ચૂકવી. 
 
તેના પર સિંહે સંબંધિત કન્ટ્રોલિંગ ઓર્થોરિટીમાં અરજી કરી વ્યાજ સાથે ગ્રેચ્યુઈટી ચૂકવવાની માગણી કરી હતી. એસઈસીએલએ તેનો પક્ષ રજૂ કરતાં આવાસ ખાલી ન કરવાને કારણે ગ્રેચ્યુઈટી રોકવાની જાણકારી આપી હતી. કંપનીએ 7 મે 2014ના રોજ ઓર્થોરિટીમાં 10 લાખ રૂ. જમા કરાવી દીધા પરંતુ વ્યાજનો હકદાર ન ગણ્યો.
(Policy & Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gratuity is constitutional rights and Also property of staff say HC
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.