• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Government Pulses 20 Lac Tonnes Buffer Stock Will Rally To Crush

તેજીને ડામવા માટે સરકાર કઠોળનો 20 લાખ ટનનો બફર સ્ટોક કરશે

તેજીને ડામવા માટે સરકાર કઠોળનો 20 લાખ ટનનો બફર સ્ટોક કરશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર કઠોળની તેજીને ડામવા માટે અને પુરવઠો વધારવા માટે આગામી જુન સુધીમાં 20 લાખ ટનનો બફર સ્ટોક કરશે તેવો લક્ષ્યાંક મુક્યો છે. 20 લાખ ટનની સામે અત્યારે 6 લાખ ટનનો સ્ટોક કરવામાં આવ્યો છે. જે આગામી દિવસોમાં સતત ધીમી ગતીએ ખરીદી કરીને આગામી જુન મહિના સુધીમાં સ્ટોક 20 લાખ ટન લઇ જવાનું લક્ષ્ય છે. લાંબા સમયગાળા બાદ દેશમાં કઠોળનું ઉત્પાદન 2016-17માં વધીને 200 લાખ ટનને આંબી જશે તેવો અંદાજ છે. મોટા ઉત્પાદનના કારણે સરકાર કરનારા બફર સ્ટોકમાં સ્થાનિક બજારોમાંથી 10 લાખ ટન અને આયાત દ્વારા 10 લાખ ટન કઠોળની ખરીદી કરશે તેવો નિર્દેશ કર્યો છે.
 
મોટા ઉત્પાદનના કારણે દેશમાં ચાલુ વર્ષે આયાતમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ચાલુ વર્ષે સરેરાશ 35 લાખ ટન કઠોળની આયાત કરવામાં આવી છે. જેમાંથી માત્ર 4 લાખ ટન જાહેર ક્ષેત્રની એજન્સીઓ દ્વારા કરાઇ છે.દેશમાં ચાલુ વર્ષે કઠોળના ઉત્પાદનનો અંદાજ 200 લાખ ટનનો મુકવામાં આવી રહ્યો છે ત્યારે ઉપલબ્ધિ 240-250 લાખ ટનની રહેશે. ગતવર્ષે દેશમાં કઠોળની અછતના કારણે અને માગને પહોંચી વળવા માટે 60 લાખ ટન જેટલી વિક્રમી આયાત કરવામાં આવી હતી. પુરવઠા ખેંચના કારણે કઠોળ તેમજ કઠોળ દાળની કિંમતો કિલો દીઠ રૂા.200ની સપાટીને ક્રોસ થઇ ચૂકી હતી. અત્યારે નવા માલોની આવકો શરૂ થઇ જવાના કારણે ભાવ સપાટી ઘટી છે.
 
કેન્દ્ર સરકારે ખરીફ બાદ રવી કઠોળના ઉત્પાદનને વેગ મળે તે માટે કઠોળના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા.550 સુધી વધાર્યા છે જેમાં ચણાની તેજીને ડામવા ઉત્પાદન વધે તે માટે ચણાના ટેકાના ભાવ રૂપિયા4000  પ્રતિ ક્વિન્ટલ નિર્ધાયા છે. એગ્રી કોમોડિટીમાં આજે રોકડની અછતના કારણે આવકો અને વેપાર નબળા રહ્યાં હતા. હાજર બજારમાં કાચા માલની અછત વર્તાઇ રહી છે જેના પરિણામે ખાદ્યતેલોમાં તેજીનો દૌર આજે પણ જળવાઇ રહ્યો હતો. સિંગતેલમાં આજે વધુ રૂા.10-20નો મજબૂત સુધારો હતો. રાજકોટ ખાતે સિંગતેલ લુઝ વધીને 965 થી 975 ક્વોટ થતું હતું. જ્યારે કપાસિયામાં પણ મજબૂતી જોવા મળી હતી.
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government pulses 20 Lac tonnes buffer stock will rally to crush
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.