• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Commodity» Gold And Silver Futures Volatility Move, Agri Commodities In Continued Slowdown Pattern

સોના તથા ચાંદી વાયદામાં અફરાતફરીની ચાલ, એગ્રી કોમોડિટીમાં સતત નરમાઇની પેટર્ન

સોના તથા ચાંદી વાયદામાં અફરાતફરીની ચાલ, એગ્રી કોમોડિટીમાં સતત નરમાઇની પેટર્ન
મુંબઇ:કોમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના સપ્તાહ (૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ) દરમિયાન ૩૦,૦૨,૩૫૦ સોદામાં રૂ.૧,૨૬,૭૮૭.૭૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી હતી. એનર્જીમાં ક્રૂડ તેલમાં ઝડપી ઉછાળો ભાવમાં આવ્યો હતો. એગ્રી ઈન્ડેક્સમાં ૪૧.૦૮ પોઈન્ટના ઘટાડા સાથે કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં પાંચ લાખ ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. સીપીઓ, એલચી, મેન્થા તેલમાં સાર્વત્રિક ઢીલાશ ભાવમાં રહી હતી. કોમડેક્સમાં સપ્તાહના અંતે ૨૮.૨૬ પોઈન્ટની વૃદ્ધિ થઈ હતી. 
 
-સોના તથા ચાંદી વાયદામાં અફરાતફરીની ચાલ એગ્રી કોમોડિટી વાયદામાં સતત નરમાઇની પેટર્ન 
-કોટનના ભાવમાં સેંકડા ઘટ્યા: સીપીઓ, એલચી, મેન્થા તેલમાં ઢીલાશ : કોમડેક્સમાં 28.26 પોઈન્ટની વૃદ્ધિ
 
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯,૬૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫૮ ઘટી રૂ.૨૯,૬૧૬ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૯,૮૩૮ અને નીચામાં રૂ.૨૯,૦૭૯ બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૩ ઘટી રૂ.૨૯,૬૨૨, ગોલ્ડ-ગિની માર્ચ ૮ ગ્રામદીઠ અપવાદ રૂ.૨ સુધરી રૂ.૨૩,૭૩૩ અને ગોલ્ડ-પેટલ માર્ચ ૧ ગ્રામદીઠ રૂ.૧૪ ઘટી રૂ.૨,૯૪૮ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.૩૭,૪૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૩૨ ઘટી રૂ.૩૬,૭૩૧ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩૭,૫૨૨ અને નીચામાં રૂ.૩૬,૦૫૬ બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૩૬,૭૫૮ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૩૩૦થી રૂ.૩૮૦ જેટલા ઘટ્યા હતા. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૧૬,૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૩૪૦ અને નીચામાં રૂ.૧૫,૭૫૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.૩૮૦ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૧૫,૮૨૦ રહ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯.૧૦ વધી રૂ.૭૯૪.૧૦ થયો હતો. સીપીઓના ત્રણેય વાયદા રૂ.૨.૬૦થી રૂ.૩.૮૦ જેટલા નરમ હતા. સીપીઓ માર્ચ વાયદો ૧૦ કિલોદીટ રૂ.૨.૬૦ ઘટી રૂ.૪૮૩.૭૦ સપ્તાહના અંતે બંધ રહ્યો હતો. એલચીમાં રૂ.૬.૯૦થી રૂ.૩૦.૭૦ની ઢીલાશ હતી. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૩૦.૭૦ ઘટી બંધમાં રૂ.૬૩૫.૬૦ના ભાવ હતા. મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૪૧.૬૦ ઘટી રૂ.૯૦૭.૯૦ બંધ રહ્યો હતો. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ સપ્તાહના પ્રારંભે ૨૭૦૦.૨૦ ખૂલી, ઊપરમાં ૨૭૩૪.૯૭ અને નીચામાં ૨૬૭૮.૩૦ રહી સપ્તાહના અંતે ૨૮.૨૬ પોઈન્ટ વધી ૨૭૧૧.૭૬ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૪૫.૪૬ પોઈન્ટ વધી ૪૨૭૯.૮૪ અને એનર્જી ઈન્ડેક્સ ૪૮.૫૬ પોઈન્ટ વધી ૧૭૩૫.૯૫ રહ્યા હતા, જ્યારે એગ્રી ઈન્ડેક્સ ૪૧.૦૮ પોઈન્ટ ઘટી ૨૦૬૯.૫૭ બંધ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ સોનામાં રૂ.૩૯,૮૭૩.૩૮ કરોડનાં ૧૩૫.૩૩૦ ટન, ચાંદીમાં રૂ.૧૫.૧૯૩.૭૧ કરોડનાં ૪,૧૬૧.૨૮૮ ટન, ક્રૂડ તેલમાં રૂ.૩૨,૪૪૫.૮૭ કરોડનાં ૧૩,૯૫,૧૦,૬૦૦ બેરલ્સ, કપાસમાં રૂ.૪૬ લાખનાં ૧૧૬ ટન, કોટનમાં રૂ.૮૯૯.૬૨ કરોડનાં કામકાજો રહ્યાં હતા.
 
બિનલોહ ધાતુમાં મિશ્ર ટ્રેન્ડ : ક્રૂડમાં મજબૂતી
બિનલોહ ધાતુઓમાં તાંબુ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૧.૨૫ વધી રૂ.૩૩૧.૧૫, નિકલ માર્ચ રૂ.૨૭.૧૦ વધી રૂ.૬૦૬.૧૦, એલ્યુમિનિયમ માર્ચ રૂ.૨ ઘટી રૂ.૧૦૬.૨૫, સીસું માર્ચ રૂ.૭.૨૫ વધી રૂ.૧૨૪ અને જસત માર્ચ રૂ.૪.૩૦ વધી રૂ.૧૨૩.૮૫ રહ્યા હતા.એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા રૂ.૩૦થી રૂ.૧૩૫ની રેન્જમાં વધ્યા હતા. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.૨,૨૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨,૩૯૬ અને નીચામાં રૂ.૨,૨૨૦ રહી સપ્તાહના અંતે રૂ.૧૩૫ વધી રૂ.૨,૩૩૭ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૨.૭૦ ઘટી બંધમાં રૂ.૧૧૧.૭૦ના ભાવ હતા.
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold and silver futures volatility move, agri commodities in continued slowdown pattern
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.