• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» Exports 4.32 Per Cent In January And Imports By 10.7 Per Cent Increased

જાન્યુઆરીમાં નિકાસો 4.32 ટકા, આયાત 10.7 ટકા વધી

જાન્યુઆરીમાં નિકાસો 4.32 ટકા, આયાત 10.7 ટકા વધી
નવી દિલ્હી: ભારતની નિકાસો જાન્યુઆરીમાં 4.32 ટકા વધી 22.11 અબજ ડોલરે પહોંચી છે. જે આગલાં વર્ષે 2.91 અબજ ડોલરની હતી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ અને આયર્ન ઓરના શિપમેન્ટમાં વધારો થવાના કારણે દેશની નિકાસોમાં પોઝીટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. તેની સામે દેશની આયાતો 10.7 ટકા વધી 31.95 અબજ ડોલર નોંધાઇ છે. તેના કારણે વ્યાપાર ખાધ પણ 7.66 અબજ ડોલરથી વદી 9.84 અબજ ડોલર થઇ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલથી જાન્યુઆરીના ગાળા દરમિયાન નિકાસો 1 ટકો વધી 220.92 અબજ ડોલરે પહોંચી છે. આ ગાળા દરમિયાન વ્યાપાર ખાધ 86.38 અબજ ડોલર થઇ છે.
 
આયર્ન ઓરની નિકાસ 10 ટકા વ ધી 184.43 મિલિયન ડોલરની થઇ
 
જાન્યુ.માં સેક્ટરવાઇસ નિકાસની વાત કરીએ તો આયર્ન ઓરની નિકાસ 10 ટકા વ ધી 184.43 મિલિયન ડોલરની થઇ છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસો 2.08 અબજ ડોલર સામે વધી 2.69 અબજ ડોલર થઇ છે. તે જ રીતે એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસો 11.89 ટકા વધી 5.45 અબજ ડોલર થઇ છે. નોન પેટ્રોલિયમ નિકાસો 19.11 અબજ ડોલર સામે 1.6 ટકા વૃદ્ધિ સાથે 19.42 અબજ ડોલરની થઇ છે. નોન ઓઇલ આયાતો આ ગાળામાં 23.81 અબજ ડોલર થઇ છે. દરમિયાનમાં સર્વિસ સેક્ટરની નિકાસો ડિસેમ્બરમાં 13.8 અબજ ડોલર થઇ છે. જે 3.49 ટકાનો વધારો દર્શાવે છે. ડિસેમ્બરમાં આયાતો 8.29 અબજ ડોલરની રહી હતી.
 
સોનાની આયાત ઘટી
 
સરકારના સોનાની ખરીદી ઉપરના સંખ્યાબંધ નિયંત્રણો, નોટબંધી સહિતના સંખ્યાબંધ કારણો વચ્ચે સોનાની આયાતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જાન્યુઆરી માસ દરમિયાન સોનાની આયાત 29.94 ટકા ઘટી 2.04 અબજ ડોલર થઇ હતી.
 
દેશવાર નિકાસ વૃદ્ધિ
દેશ    ટકા

યુએસએ    2.63
યુરોપિયન યુનિયન    5.47
જાપાન    13.43
ચીન     -1.51
(Policy & Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: exports 4.32 per cent in January and imports by 10.7 per cent increased
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.