• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» E-Commerce Market In 2021 Cross To 55 Billion Dollars In India

2021માં ઇ-કોમર્સ માર્કેટ 55 અબજ ડોલરને આંબશે

2021માં ઇ-કોમર્સ માર્કેટ 55 અબજ ડોલરને આંબશે
મુંબઇ:ઇ-કોમર્સ માર્કેટનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે ત્યારે આગામી વર્ષ 2021 સુધીમાં ઇ-કોમર્સ સેગમેન્ટ 50 થી 55 અબજ ડોલરને આંબી જશે તેવો અંદાજ છે. જોકે અત્યારે ઇ-કોમર્સ સેગમેન્ટ 6 થી 8 અબજ ડોલર આસપાસ રહ્યું હોવાનો નિર્દેશ રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઇ-કોમર્સ કંપનીઓનો વ્યાપ સતત વધી રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ આધુનિક ટેક્નોલોજીનો વપરાશ વધુને વધુ દેશના યુવાવર્ગ કરી રહ્યાં છે. 
 
આગામી 2025 સુધીમાં 38-42 ટકાનું માર્કેટ કવર કરી લેશે તેવો અંદાજ છે
 
ખાસકરીને ગ્રાહકો ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ, એપેરલ્સ, હોમવેર, ફર્નિચર, લક્ઝરી વસ્તુઓ, હેલ્થ, એફએમસીજી , ફુડ તથા ગ્રોસરી વસ્તુઓની ખરીદી મોટા પાયે કરી રહ્યાં છે. ગ્રાહકો  દ્વારા ઇલેક્ટ્રોનિક સાધનોને ઝડપી વણી લેતા અત્યારના 13-15 ટકાના દરે રહેલા ઇ-કોમર્સનો વેપાર આગામી 2025 સુધીમાં 38-42 ટકાનું માર્કેટ કવર કરી લેશે તેવો અંદાજ છે. ડિજિટલ મોડ દ્વારા થઇ રહેલી ખરીદીનો રેશિયો 2013માં 3 ટકાનો રહ્યો હતો જે વધીને 2016માં 23 ટકાને આંબી ગયો છે. ઓનલાઇન સેગમેન્ટ દ્વારા ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ કંપનીઓ ઓ‌ફર કરી રહી હોવાથી ખરીદીનો વ્યાપ વધી રહ્યો છે. સ્માર્ટફોનનું વેચાણ છેલ્લા પાંચ વર્ષમાં 3 ટકાથી વધીને 30 ટકા આંબી ગયું છે. જ્યારે કિંમતો પણ 2011ની તુલનાએ 2015માં 50 ટકાથી વઘધઉ ઘટી ગઇ છે.
 
જીએસટીના કાયદા અંગે ઇ-કોમર્સ કંપનીઓ ચીંતામાં
 
જીએસટી આગામી સમયમાં લાગુ થવા જઇ રહ્યો છે ત્યારે ઇ-કોમર્સ કંપનીઓને વાર્ષિક ધોરણે 400 કરોડનું રોકાણ અટકી જશે. એટલું જ નહિં વધુમાં તો આ સેક્ટરમાંથી 1.8 લાખ રોજગારી પણ ઘટી શકે છે. આ સેક્ટરનો વિકાસ અટકી જશે તે પણ નક્કી છે. આનાથી ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડિલ જેવી કંપનીને અસર થવાની શક્યતા છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.