• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» 6-5 Lakh Crore Able To Raise Capital In The Stock Market Say Chauhan

શેરબજારો વર્ષે ‌રૂ.6.5 લાખ કરોડની મૂડી એકત્ર કરવા સક્ષમ: ચૌહાણ

શેરબજારો વર્ષે ‌રૂ.6.5 લાખ કરોડની મૂડી એકત્ર કરવા સક્ષમ: ચૌહાણ
નવી દિલ્હી: ભારતીય શેરબજારો દર વર્ષે રૂ. 6.5 લાખ કરોડ (100 અબજ ડોલર) સુધીનું ભંડોળ એકત્ર કરવા સક્ષમ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એક્સચેન્જ મારફત 30 અબજ ડોલર અર્થાત્ આશરે રૂ. 2 લાખ કરોડ એકત્ર થવાનો અંદાજ હોવાનું બોમ્બે સ્ટોક એક્સચેનજના સીઇઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે, આગામી 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા ઉદ્યોગો સ્થાપવા માટે તેમજ હાલના ઉદ્યોગોના વિસ્તરણ માટે તેમજ નવી નોકરીઓના સર્જન માટે તથા અન્ય જરૂરિયાતો માટે આશરે 131થી 164 લાખ કરોડ (2થી 2.5 લાખ કરોડ ડોલર)ની જરૂર પડશે. આ રકમ માત્ર બેન્કો મારફત એકત્ર નહિં કરી શકાય.
 
મૂડીબજારો અડધા ઉપરાંતનું યોગદાન આપવા માટે સક્ષમ છે
 
તેમાં મૂડીબજારો અડધા ઉપરાંતનું યોગદાન આપવા માટે સક્ષમ છે. દેશણાં ઊંચો બચતદર જોતાં આ લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ છે. તેના માટે લોકોની બચતને ફાઇનાન્સિયલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં લગાવવાની જરૂરીયા હોવાનું ચૌહાણે જણાવ્યું હતું.ખાસ કરીને ફંડ એકત્ર કરવાની બાબતમાં ડેટ માર્કેટની જવાબદારી ઇક્વિટી માર્કેટ કરતાં વિશેષ છે. તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પહેલાથી જ મોજૂદ છે.
 
ટેક્સચોરી માટે શેરબજારોને હાથો બનાવવા દેવાય નહિં
 
ટેક્સ ચોરી માટે શેરબજારોને હાથો બનાવવાની પરવાનગી આપવાનો વિરોધ કરતાં બીએસઇના સીઇઓ ચૌહાણે જણાવ્યું કે, આવી ગરબડ રોકવા માટે બીએસઇએ કડક દેખરેખ શરૂ કરી છે. સરકારે પુરતી વ્યવસ્થા કરવા ઉપરાંત નિયમો અને કાયદામાં ફેરવિચારણા કરવી જરૂરી છે. જેથી શેરબજારો ટેક્સ ચોરીની ચૂંગાલમાંથી બચી શકે.
 
મોટા શેર્સમાં થતી ટેક્સ ચોરીની તપાસ કરો
 
ટેક્સ ચોરી માટે માત્ર નાના શેર્સમાં ગરબડ કરાય છે તેવું નથી. પરંતુ મોટા શેર્સનો પણ આવી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવો જોઇએ. કારણકે કેપિટલ ગેઇન ટેક્સ છૂટના 80-90 ટકા દાવાઓ તો મોટી કંપનીઓ મારફત જ થતાં હોય છે.
(Policy & Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6-5 Lakh crore able to raise capital in the stock market say Chauhan
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.