• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» 143 SEZ Developers Given More Time For The Project Say Sitharaman

143 સેઝ ડેવલપર્સને પ્રોજેક્ટ માટે વધુ સમય અપાયો : સીતારામન

143 સેઝ ડેવલપર્સને પ્રોજેક્ટ માટે વધુ સમય અપાયો : સીતારામન
(નિર્મલા સીતારામની ફાઇલ તસવીર)
 
નવી દિલ્હી:છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન અને ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી મહિના સુધી વેપાર મંત્રાલયે સેઝના આશરે 143 ડેવલપર્સને તેમના પ્રોજેક્ટો પૂરા કરવા માટે વધુ સમય આપ્યો હતો. વેપાર અને ઉદ્યોગપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે કેટલાક સેઝ ડેવલપર્સે તેમના હાલના પ્રોજેક્ટોને પૂરા કરવા માટે વૈશ્વિક મંદી, સત્તાવાળા પાસેથી મંજૂરી મેળવવામાં વધુ સમય અને પર્યાવરણીય મંજૂરીમાં વિલંબ જેવાં વિવિધ કારણોસર વધુ સમય ફાળવી આપવા માટે માગ કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.
 
છેલ્લાં ત્રણ વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષ (જાન્યુઆરી, 2017 સુધી) બીઓએ (બોર્ડ ઓફ અપ્રુવલે) સમગ્ર દેશમાં 143 ડેવલપર્સને તેમના પ્રોજેક્ટો પૂરા કરવા માટે વધુ સમયની મંજૂરી આપવામાં આવી હતી. બીઓએ આંતર મંત્રાલયની સંસ્થા છે, જેમાં 19 સભ્યો છે અને તેના અધ્યક્ષ વેપાર સચિવ છે. આ ઝોન નિકાસ હબ છે અને દેશની કુલ નિકાસમાં આ ઝોનનો હિસ્સો 23 ટકા છે. વળી. આ ઝોનને કેટલાક કરવેરા અને અન્ય લાભાલાભો જેવા કે કેન્દ્રીય વેચાણવેરો, સર્વિસ ટેક્સ અને આવકવેરામાંથી 15 વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે. પ્રધાને જણાવ્યું હતું કે આશરે 141 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)ની મંજૂરી આપવામાં આવી હતી.
 
કરમુક્તિનો ખોટી રીતે લાભ લેતા કેટલાક નિકાસકારો
 
એપ્રિલ-ડિસેમ્બર, 2016 સુધીમાં આ ઝોન્સથી નિકાસ રૂ. 3.58 લાખ કરોડની હતી, જ્યારે 2015-16ના વર્ષમાં આ ઝોન્સની નિકાસ રૂ. 4.67 લાખ કરોડની રહી હતી. અહેવાલ મુજબ છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન એ ધ્યાનમાં આવ્યું છે કેટલાક નિકાસકારો નાણાકીય લાભ લેવા માટે તેમની નિકાસ ખોટી રીતે વધારીને દર્શાવી રહ્યા છે. જોકે ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1992 હેઠળ રિજિયોનલ ઓફિસને આ નિકાસકારો સામે પગલાં લેવાં આદેશ આપવામાં આવ્યો છે. વળી, કેટલાક કેસોમાં ડ્યૂટી ક્રેડિટ રદ કરવા સાથે પેનલ્ટી વધારવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.