• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Interactives »Before And After» H.M.Patel Was Appointed As The Finance Minister By Morarji Desai

બજેટ 2016: આ ગુજરાતી નાણાં પ્રધાને કોકા કોલાને ભરાવ્યા હતા ઉચાળા

14 જૂન, 1957માં ફાઇનાન્સ સેક્રેટરી તરીકે એચ.એમ.પટેલ (ડાબે)
 
અમદાવાદઃ આગામી સોમવારે રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઇને લોકોની અનેક અપેક્ષાઓ અને આશાઓ છે. અરૂણ જેટલી આગામી 29 ફેબ્રુઆરીએ પોતાનું ત્રીજું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. પરંતુ  અહીં ઉલ્લેખનીય છે કે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે બે ગુજરાતીઓએ પણ પોતાની સેવાઓ આપી છે. ભારતને બે નાણાં પ્રધાનો ગુજરાતે આપ્યા છે જેમાંના એક હતા મોરારજી દેસાઇ અને બીજા એચ.એમ.પટેલ.
 
મોરારજી દેસાઇએ જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી સરકારમાં એમ બે વખતે નાણાં પ્રધાન તરીકે પોતાની સેવાઓ આપી છે. જ્યારે એચ.એમ.પટેલ દેશની પ્રથમ બિનકોંગ્રેસી સરકારમાં નાણાં પ્રધાન બન્યા હતા. મોરારજી દેસાઇ આઝાદી પછી 1958થી 1963 દરમ્યાન જવાહરલાલ નહેરૂ સરકારમાં પ્રથમ વખત નાણાં પ્રધાન બન્યા હતા. ઉપરાંત, 13 માર્ચ 1967 થી 16 જુલાઇ 1969 દરમ્યાન ઇન્દિરા ગાંધી સરકારમાં પણ મોરારજી દેસાઇ નાણાં પ્રધાન હતા.
 
દેશના 9મા નાણાં પ્રધાન હરીભાઇ એમ.પટેલ
 
હરીભાઇ પટેલ એટલે કે એચ.એમ.પટેલ આઝાદ ભારતના નવમા નાણાં પ્રધાન હતા. ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધીની સરકારની વિદાય થઇ હતી અને મોરારજી દેસાઇ દેશની સૌપ્રથમ બિન-કોંગ્રેસી સરકારમાં પીએમ બન્યા હતા.
 
આગળની સ્લાઇડમાં વાંચો એચ.એમ.પટેલના આ નિર્ણયથી કોકા કોલાએ ભરવા પડયા ઉચાળા....
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Interactives Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: h.m.Patel was appointed as the Finance Minister by Morarji Desai
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.