• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Expert Opinion» Union Budget 2016: Government Should Focus On Both Public Pending And Fiscal Deficit

બજેટ 2016: ખર્ચ વધારવા અને રાજકોષીય ખાધ પર ફોકસ કરશે સરકાર

બજેટ 2016: ખર્ચ વધારવા અને રાજકોષીય ખાધ પર ફોકસ કરશે સરકાર
 
નવી દિલ્હીઃજીડીપીના 3.9 ટકા રાજકોષીય ખાધનો ટાર્ગેટ હાંસલ કરવાના મામલે સરકારના પડકારો મર્યાદિત છે. સરકારે આ ટાર્ગેટ 2015-16 માટે નક્કી કરી રાખ્યો છે. આ દરમિયાન એક્સાઈઝ અને કસ્ટમ ડ્યૂટથી થનારી વધારાની આવકથી ડાયરેક્ટર ટેક્સમાં ઘટની ભરપાઈ પણ થવાની ધારણા છે. સરકારને આરબીઆઈ અને પીએસયૂ પાસેથી વધારે ડિવિડન્ડ પેમેન્ટ્સ તરીકે વધારાની મદદની પણ ધારણા છે. 

એવામાં 2016-17ના બજેટમાં મુખ્ય ફોકસ એરિયા આ હોઈ શકે છે - 

- સરકારી ખર્ચ વધારવો
- સાતમાં પગાર પંચની ભલામણો લાગુ કરવી
- ગ્રામીણ માગમાં ફરીથી ઉછાળો લાવવો
- પીએસયૂને ફંડ ઉપલબ્ધ કરાવીને મજબૂત બનાવવી

સરકાર સમક્ષ ઘણાબધા પડકારો હોવા છતાં અમે આશા રાખીએ છીએ કે તે 2016-17 દરમિયાન જીડીપીના 3.5 ટકા રાજકોષીય ખાધનો ટાર્ગેટ હાંસલ કરી લેશે. આશા એ પણ છે કે, લાંબાગાળાના ફિસકલ કન્સોલિડેશન સંબંધિત પોતાના પ્રયત્નોને પણ સરકાર નહીં છોડે.

ફિસ્કલ ફ્રન્ટ પર સ્થિતિ નબળી નથી, તેના માટે સરકાર સાતમાં પગાર પંચની ભલામણ અનુરૂપ જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગાર વધારા માટે થોડો સમય લઈ શકે છે. બજેટમાં સરકાર દ્વારા જીએસટી રેટ અનુરૂપ સર્વિસ ટેક્સમાં વધારો કરવાની સંભાવના દેખાઈ રહી છે. 

સરકારનું ફોકસ બજેટથી અલગ ફંડ મેળવવા પર પણ હોઈ શકે છે. આમ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઈઆઈએફ) દ્વારા પણ શક્ય છે. સરકાર બજેટમાં ખોટ કરી રહેલ યૂનિટોની હિસ્સેદારી વેચવાના મામલે સલાહ આપવા માટે એક ડિસઇન્વેસ્ટમેન્ટ કમીશનની સ્થાપનાની જાહેરાત કરી શકે છે. 

એવું માની લઈએ કે સરકાર સરકારી સિક્યુરિટીની ફરીથી ખરીદી કરશે, એવામાં આવતા વર્ષ માટે રિડમ્પશન એટલે કે ઋણમુક્તિ થોડી ઓછી રહી શકે છે. આ દરમિયાન કુલ દેવું 6.2 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે. જ્યારે ચોખ્ખું દેવું 4.4 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે, જે નાણાંકીય વર્ષ 2015-16ના રિવાઈઝ્ડ અનુમાનથી 3.6 ટકા વધારે હશે. 

અભીક બરુઆ એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી છે. 
(Expert Opinion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Union Budget 2016: government should focus on both public pending and fiscal deficit
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.