• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Wind Power Projestcs Will Installed At Sea Shore

સમુદ્ર કિનારે લાગશે વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ, ગાઇડલાઇન્સની તૈયારી

સમુદ્ર કિનારે લાગશે વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ, ગાઇડલાઇન્સની તૈયારી
નવી દિલ્હીઃ દેશમાં વિન્ડ પાવરની કેપેસિટી વધારવા માટે કેન્દ્ર સરકાર જલ્દી નવી ગાઇડલાઇન્સ જારી કરશે. તેનો ઉદ્દેશ્ય સમુદ્ર કિનારે વધુમાં વધુ વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ લગાવવાનો છે. મિનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યૂએબલ્સ એનર્જી (એમએનઆરઇ)એ ગાઇડલાઇન્સનો મુસદ્દો તૈયાર કર્યો છે અને તેની પર સ્ટેક હોલ્ડર્સની સલાહ માગી છે.
 
શું છે ઉદ્દેશ
 
હાલમાં ભારતમાં વિન્ડ પાવર પ્રોજેક્ટથી 26800 મેગાવોટ વીજળી મળી રહી છે. સરકારનો ટાર્ગેટ છે કે વર્ષ 2022 સુધીમાં તેને વધારીને 60 હજાર મેગાવોટ સુધી પહોંચાડવામાં આવે. સરકારનું કહેવું છે કે વિન્ડ પાવર પ્રોજેક્ટ્સમાં હાલમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે તે ઘણી જૂની છે અને આ ટેકનોલોજીના બેઝ પર વિન્ડ પાવરનો ટાર્ગેટ હાંસલ કરી શકાતો નથી. એટલું જ નહી વિન્ડ ટર્બાઇનથી ગ્રિડ ઇન્ટીગ્રેશનને લઇને રેગ્યુલેટરી નોર્મ્સ પણ ઘણા કડક છે. જે વિન્ડ પાવરની કેપેસિટીમાં વધારવામાં અંતરાય બની શકે છે.
 
મુસદ્દો તૈયાર
 
એમએનઆરઇએ હાલમાં જે મુસદ્દા માર્ગદર્શિકા તૈયાર કરી છે,તેમાં કહેવામાં આવ્યુ્ છે કે વિન્ડ પાવર પ્રોજેક્ટ ડેવલપર્સને નવી ટેકનોલોજી અપનાવવી પડશે. ડેવલપર્સને જે જગ્યાએ વિન્ડ પાવર પ્રોજેક્ટ લગાવવાનો છે,ત્યાંની જમીનને લઇને કોઇ વિવાદ થવો જોઇએ નહી. પ્રોજેક્ટની આસપાસ વિન્ડ રિસોર્સ હોવા જોઇએ. એ પણ પહેલા જ નક્કી થઇ જવું જોઇએ કે વિન્ડ પ્રોજેક્ટ કોમર્શિયલી ફિઝીબલ છે અને ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સની પૂરી વ્યવસ્થા હોય. આ પોલિસીમાં જૂના પ્રોજેક્ટને નવામાં કરવાની પણ મંજૂરી હશે,જેથી તેના માટે નિયમ એનઆઇડબ્લ્યુઇ દ્વારા તૈયાર કરવામાં આવશે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wind power projestcs will installed at Sea shore
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.