• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Private Companies Will Be Made Partners For Cheap Medicines For Jan-Aushdhi Kendra, Will Save Your Money

સસ્તી દવા માટે પ્રાયવેટ કંપનીઓને પાર્ટનર બનાવશે સરકાર, બચશે તમારા પૈસા

નવી દિલ્હીઃ હવે જનઔષધિ કેન્દ્રો પર હવે સસ્તી દવાઓની કમી રહેશે નહી. સારી ક્વોલિટીની સસ્તી દવાઓ એકત્ર કરવા માટે સરકારે હવે પ્રાયવેટ કંપનીઓને પણ પાર્ટનરશિપ માટે ઓફર કરી છે. પબ્લિક સેકટર કંપનીઓ પાસેથી જરૂરિયાતો પૂરી ન થવાને કારણે પ્રોક્યોરમેન્ટના નિયમોમાં ફેરફાર કરીને પ્રાયવેટ કંપનીઓ પાસેથી પાર્ટનરશિપ કરવામાં આવી રહી છે. સ્ટોકમાં તે જ દવાઓ સામેલ હશે, જેને ગુડ્ઝ મેન્યુફેક્ચરીંગ પ્રેક્ટિસ હેઠળ તૈયાર કરવામાં આવી હોય. ચાલો જાણીએ સસ્તી દવાઓ માટે સરકારની તૈયારી.
 
 
પ્રાયવેટ કંપનીઓ પાસેથી દવાઓ ખરીદશે સરકાર
 
- સારી ક્વોલિટીની સસ્તી દવા એકત્ર કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સે પ્રોક્યોરમેન્ટના નિયમ બદલ્યા છે.
- તેના માટે પ્રાયવેટ કંપનીઓ પાસેથી જરૂરી દવાઓનો સ્ટોક પૂરો થઇ રહ્યો નથી. ત્યારે સરકાર કોઇ પણ રૂપે જનઔષધિ કેન્દ્ર પર દવાઓની ઘટ થવા દેવા ઇચ્છતી નથી.
- જાણકારીના અનુસાર ચાલુ વર્શષના અંત સુધીમાં સ્ટોકમાં 1000 દવાઓ સામેલ કરવાની છે, જેને ફક્ત પીએસયુ ફાર્મા કંપનીઓ પાસેથી એકત્ર કરી શકાતી નથી.
- પ્રાયવેટ કંપનીઓ પાસેથી ઓછી કિંમતમાં બલ્કમાં દવા લેવામાં આવશે, જેને કંપનીઓ દર 2 મહિને સપ્લાઇ કરશે.
 
વર્ષના અંત સુધીમાં 1000દવાઓનો સ્ટોક
 
- બ્યુરો ઓફ ફાર્મા પીએસયુ ઓફ ઇન્ડિયા (બીપીપીઆઇ)ના સીઇઓ એમડી શ્રીકુમારે જણાવ્યુ કે ચાલુ વર્ષના અંત સુધીમાં જનઔષધિ કેન્દ્રો માટ 1000 દવાઓનો સ્ટોક પૂરો કરવાની યોજના છે, જેની પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- પ્રોક્યોરમેન્ટ માટે ખાનગી કંપનીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.
- હાલના સમયમાં આશે 500 દવાઓ સ્ટોકમાં છે. હાલમાં 300 નવી દવાઓ એડ કરવામાં આવશે, તે પછી 200 નવી દવાઓનો સ્ટોક એકત્ર કરવામાં આવશે.
- તેના સિવાય 250 મેડિકલ ડિવાઇસ પણ સ્ટોકમાં હશે.
 
માર્કેટ રેટથી 90ટકા સુધી સસ્તી દવાઓ
 
- જનઔષધિ કેન્દ્ર દ્વારા સરકારની યોજના છે કે આખા દેશમાં ગંભીર બીમારીઓ માટે પણ ઓછામાં ઓછી કિંમતે વધુ સારી ક્વોલિટીની દવા સૌને ઉપલબ્ધ થઇ શકે.
- આ દવાઓ માર્કેટ રેટથી 90 ટકા સુધી સસ્તી હશે.
- જોકે ક્વોલિટીને લઇને કોઇ પ્રકારે સમાધાન કરવામાં આવશે નહી. સ્ટોકમાં તે દવાઓ સામેલ હશે જેને ડબ્લ્યુએચઓ દ્વારા ગુડ મેન્યુફેરક્ચરીંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ મળ્યુ હોય.
- ઉલ્લેખનીય છે કે ગંભીર બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી અનેક દવાઓ એટલી મોઘી હોય છે કે દેશમાં મોટી સંખ્યામાં લોકો તેને ખરીદી શકતા નથી.
 
નવા સેન્ટર ખોલવાનું કામ મંદ,પરંતુ....
 
- ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા સેંટર ખોલવાની યોજના હજુ કેટલાક રાજ્યોમાં પાછળ છે.
- ચાલુ વર્ષે એપ્રિલ સુધીમાં યૂપીમાં 50, છત્તીસગઢમાં 150, પંજાબમાં 23, એમપી અને દિલ્હીમાં 6, ગુજરાતમાં 20 નવા સેન્ટર ખોલવાના હતા, પરંતુ તેમાં વિલંબ થયો છે.
- તેમણે એમ પણ કહ્યું કે કેટલાક રાજ્યોમાંથી તેમને એવો સહયોગ નથી મળ્યો જેવો મળવો જોઇતો હતો.
- અત્યાર સુધીમાં દેશભરમાં આશરે 315 જનઔષધિ સેન્ટર ખુલી ચૂક્યા છે.
- બજેટ બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં 160 નવા સેન્ટર ખુલ્યા છે.
- હવે આ કામમાં ઝડપ લવાઇ રહી છે, જેનાથી ડિસેમ્બરના અંત સુધીમાં સંખ્યા 3000ની થઇ શકે.
 
આગળની સ્લાઇડમાં દવાઓની સપ્લાઇ કેવી રીતે થશે તેજ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Private companies will be made partners for cheap medicines for Jan-Aushdhi Kendra, will save your money
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.