• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» India To File 16 Cases Against US For WTO Treaty

WTO ટ્રીટીના ઉલ્લંધનના મામલે, USની વિરુધ્ધમાં 16 કેસ ફાઈલ કરશે ભારત

WTO ટ્રીટીના ઉલ્લંધનના મામલે, USની વિરુધ્ધમાં 16 કેસ ફાઈલ કરશે ભારત
નવી દિલ્હીઃ ભારત ડબલ્યુટીઓ ટ્રીટીના ઉલ્લંધનના કેસમાં અમેરિકાની વિરુધ્ધ 16 કેસો ફાઈલ કરશે. તેનું કારણ દર્શાવવામાં આવ્યું છે કે, રિન્યુએબલ એનર્જી સેકટર સાથે જોડાયેલા કેટલાક પ્રોગ્રામ વિશ્વિક માપદંડોને અનુરૂપ નથી. સંસદમાં આ અંગેની જાણકારી બુધવારે આપવામાં આવી છે.
 
કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર નિર્મલા સીતારામણ રાજય સભામાં એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર ડબલ્યુટીઓ ટ્રીટીના ઉલ્લંધન પર અમેરિકાની વિરુધ્ધમાં 16 કેસો ફાઈલ કરવા જઈ રહી છે.
 
અમેરિકા કરી રહ્યું છે ડબલ્યુટીઓ પ્રાવધાનોનું ઉલ્લંધન 
 
મિનિસ્ટરે કહ્યું છે કે ભારત માને છે કે અમેરિકામાં કેટલાક રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ ડબલ્યુટીઓના પ્રાવધાનોનું પાલન કરવામાં આવતુ નથી. તેમાં મુખ્ય રીતે જીએટીટી( જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ) 1994, એગ્રીમેન્ટ ઓન સબસિડિઝ એન્ડ કાઉન્ટરવેલિંગ મીઝર્સ એન્ડ અને ટ્રિમ્સ( ટ્રેડ રિલેટેડ ઈન્વેસ્ટમેન્ટ મેઝર્સ) એગ્રીમેન્ટ સામેલ છે.
 
સોલર સેલ્સ, મોડયુલ્સના મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપી રહ્યું છે ભારત
 
ભારતે નેશનલ સોલર મિશન અંતર્ગત સોલર સેલ્સ અને મોડયુલ્સના ઘરેલું મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે સોલર અને મોડયુલ્સના ઘરેલું મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પ્રોગ્રામ બનાવ્યા છે. મિનિસ્ટરનું કહેવું છે કે, ભારત, યુએસ સ્પેશિયલ 301 પ્રાયોરિટી વોચ લિસ્ટમા છે. જેના માટે ઈન્ડિયન ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ(આઈપીઆર) યોગ્ય નથી.
 
USનો સ્પેશિયલ 301 રિપોર્ટ બીજા દેશો પર દબાણ બનાવવાની રીત
 
તેમણે જણાવ્યું હતું કે, એમેરિકા દ્વ્રારા પોતાના ટ્રેડ એકટ, 1974 અંતર્ગત બહાર પાડવામાં આવેલો સ્પેશિયલ 301 રિપોર્ટ એક પ્રકારની ટ્રિપ્સ( ટ્રેડ રિલેટેડ એસપેકટસ ઓફ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ) એગ્રીમેન્ટથી આગળ આઈપીઆર પ્રોટકશન વધારવા માટે બીજા દેશો પર દબાણ કરવાની એક રીત છે.
 
ડબલ્યુટીઓ માપદંડોને અનુરૂપ નથી રિપોર્ટ 
 
તેમણે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ ડબલ્યુટીઓના માપદંડોને અનુરૂપ નથી. ગત મહિને અમેરિકાના વાર્ષિક 301 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનને આઈપીઆર માટે વોચ લિસ્ટમાં પ્રયોરીટમાં રાખવામાં આવ્યું છે. 
 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India To File 16 Cases Against US For WTO Treaty
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.