• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Governrnment Signs MOU With States For Jan Aushadhi Scheme

ડિસેમ્બર સુધીમાં ખુલશે સમગ્ર દેશમાં 3000 જનઓષધિ કેન્દ્ર, આ રાજયોની સાથે થયો કરાર

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં 3000 જનઓષધિ કેન્દ્ર આ વર્ષનાં અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. જયારે બજેટમાં ફાઈનાન્શિયલ વર્ષ 2016-17ના અંત સુધીમાં 3000 નવા સેન્ટર ખોલવા અંગેની વાત કહેવામાં આવી હતી. હાલ  ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલનું ટાર્ગેટ છે કે આ વર્ષના અંત સુધીમાં આ સ્કીમ પુરી કરવામાં આવે. જનઓષધિ કેન્દ્રો દ્વારા તમામને 90 ટકા સુધીની સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારની યોજના છે કે સસ્તી દવાઓ નાગરિક સુધી પહોંચે.
 
આ રાજયોની સાથે સાઈન કરવામાં આવ્યો હતો એમઓયુ
 
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, જનઓષધિ કેન્દ્ર ખોલવા માટે તાજેતરમાં જ આંધ પ્રદેશ, મહારાષ્ટ્રા, અરૂણાચલ, બિહાર જેવા રાજયોની સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે. આ તમામ રાજયો જનઓષધિ કેન્દ્ર ખોલવામાં મદદ કરશે. આંધ્રપ્રદેશમાં 1000 જનઓષધિ કેન્દ્ર ખોલવામાં આવશે, બીજા રાજયોમાં હાલ 100-100 કેન્દ્રો ખુલશે. આગામી દિવસોમાં તેની સંખ્યા હજુ વધારવામાં આવશે.
 
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કરશે મદદ
 
અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયોમાં જન ઓષધિ સેન્ટર ખોલવામાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પણ બીપીપીઆઈની સાથે મળીને કામ કરશે.
 
આગામી દિવસોમાં કેટલા સેન્ટર ખોલવાની યોજના
 
બીપીપીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, સારો પ્રતિસાદ મળ્યો હોવાને કારણે 50 હજારની વસ્તીએ એક જનઓષધિ કેન્દ્ર ખોલવાની યોજના છે. કેટલાક રાજયોએ અત્યારથી જ આ મોડલને અપનાવવાનું શરૂ કર્યું છે. આ કારણે 20 હજાર સેન્ટર ખોલવાના રહેશે. જેમાં સમય લાગશે. તેમણે જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજયોએ તાજેતરમાં જ એમઓયુ સાઈન કર્યા છે.
 
દેશમાં કેટલા સ્ટોર શરૂ થયા છે
 
હાલના સમયમાં દેશમાં 325 જનઓષધિ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. આગામી મહિનાના અંત સુધીમાં આ સંખ્યા ડબલ થશે.
 
કયાં રાજયોમાં કેટલા સ્ટોર
 
પંજાબમાં 22, દિલ્હીમાં 10, હરિયાણામાં 8, યુપીમાં 14, ઉતરાખંડમાં 7, એમપીમાં 10, ત્રિપુરામાં 7, મિઝોરમમાં 1, આંધ્રપ્રદેશમાં 3, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રામાં 23, છતીસગઢમાં 108, ઝાંરખંડમાં 12, બિહાર, કર્ણાટક અને અરૂણાચલમાં 1-1, તેલંગનામાં 4, કેરળમાં 15, ઓડીશામાં 23 અને જમ્મુ કાશમીરમાં 11 સેન્ટર ખુલયા છે.
 
સ્કીમને પ્રોત્સાહન આપવા માટે સરકારે કર્યા હતા ઉપાય 
 
જનઓષધિ યોજનાને આગળ વધારવા માટે સરકાર સૌને 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. અગાઉ માત્ર સ્ટેટ નોમિનેટેડ એજન્સીઓને 2.5 લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. સરકારે રિટલર્સને વધુ નફો આપવા માટે કમીશન વધારીને 20 ટકા કર્યું છે. આ કારણે દર 1 લાખ રૂપિયાના સેલ પર દુકાનદારોને 20 હજાર રૂપિયા સુધીની આવક થશે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બીજી શું છે યોજના...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Governrnment signs MOU with states for Jan Aushadhi scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.