• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Government Plans To Take Survey On Fake Electronic Products In The Country

બજારમાં કેટલા નકલી LED TVs, લેપટોપ અને મોબાઇલ છે- સરકાર કરશે તપાસ

નવી દિલ્હીઃ દેશમાં ફેક એટલે કે નકલી કે ડુપ્લિકેટ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની વધતી જતી સંખ્યા સરકાર માટે મોટી પરેશાની બની રહી છે. નકલી માલની વધતી સમસ્યાના કારણે સરકાર હવે તેનો સરવે કરવા જઇ રહી છે. તે માટે ટૂંકસમયમાં એક એજન્સી હાયર કરશે, જે દેશના મુખ્ય શહેરોમાં મળતી નકલી પ્રોડક્ટસના આંકડા એકત્ર કરશે.
 
18 રાજ્યોમાં થશે સરવે

મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી પાસેથી મનીભાસ્કર.ડોટકોમને મળેલી જાણકારી અનુસાર, દેશમાં વધતી નકલી પ્રોડક્ટ્સની સંખ્યા જોતા આ પગલું લેવાઇ રહ્યું છે. તેમાં એલઇડી, ટીવી, લેપટોપસ એસી, રેફ્રીજરેટર, મોબાઇલ ફોન જેવી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ સામેલ છે. મંત્રાલય તેની હેઠળ દેશના 18 રાજ્યોની રાજધાની સહિત 18 ટિયર-2 અને ટિયર-3 શહેરોના બજારોમાં સરવે કરશે.
 
ચાઇનીઝ પ્રોડક્ટ્સથી વધારે જોખમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારને એવા રીપોર્ટસ સતત મળતા રહ્યા છે કે સૌથી વધુ ફેક ચાઇનીઝ પ્રોડક્ટસ ભારતમાં આવી રહી છે. જે સિક્યોરિટી નોર્મ્સથી લઇને બીઆઇએસ ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તે ઉપરાંત સ્થાનિક કંપનીઓ દ્વારા પણ નકલી પ્રોડક્ટસ બનાવાઇ રહી છે. તેને જોતા સરકાર ઇચ્છે છે કે એવી પ્રોડક્ટસને શોધી કાઢવી. તેથી આગળ જતા તેમના પર પગલાં લઇ શકાય.
 
આગળની સ્લાઇડમાં વાંચો, લેવાશે કડક પગલાં...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government plans to take survey on fake electronic products in the country
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.