• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Government Has Notified The Rules For The Msme Databank

સરકારી સ્કીમનો લાભ લેવા માટે અહીં કરાવો રજિસ્ટ્રેશન, બિઝનેસ થશે સરળ

નવી દિલ્હીઃહવે નવા અને નાના બિઝનેસમેન માટે સરકારની સ્કીમનો લાભ લેવાનું સરળ થશે. આમ એટલા માટે કારણ કે સરકાર નાના અને નવા કારોબારીઓ માટે ડેટા બેંક બનાવી રહી છે. જ્યાં તેની તમમ વિગતો ઓનલાઈન અપડેટ થશે. જેના આધારે સરકારની સ્કીમનો લાભ લેવાથી લઈને નવી સ્કીમને બનાવવામાં આવશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે આ સંબંધમાં એમએસએમઈ ડેટા બેંકને નોટિફાઈ કર્યું છે. 
 
શું કરવાનું રહેશે
 
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર હવે એમએસએમઈ સેક્ટર અંતર્ગત આવતા તમામ કારોબારીઓએ msmedatabank.in પર પોતાની જાણકારી સબમિટ કરવાની રહેશે. તે અંતર્ગત આ જાણકારી આપવાની રહેશે...
 
1. આધાર નંબ
2. ઉદ્યોગ આધાર નંબર
3. પાન નંબર
4. કંપનીનું નામ, તેની વિગતો
5. કોમ્યુનિકેશન્સ વિગતો
6. ફેક્ટરી એન્ડ પ્રોડક્ટ ડિટેલ્સ
7. મોટા ગ્રાહકોની વિગતો
8. સરકારની કઈ સ્કીમનો લાભ લઈ હ્યા છો અથવા લેવા માગો છે. 
9. ડિસ્કાઉન્ટ રેટ પર ઇન્શ્યોરન્સ લેવા માગો છો. 
10. સોલર એનર્જીનો ઉપયોગ કરો છો. 

શું થશે ફાયદો

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે, આ નવી પહેલથી હવે સરકારની પાસે દેશભરમાં બિઝનેસ કરતા એમએસએમઈ સેક્ટરના કારોબારીઓનો સંપૂર્ણ ડેટા અમારી પાસે ઓનલાઈન હશે. જેથી તેમની ગણતરી કરવાનું અને તેની જરૂરિયાત અનુસાર પોલિસી બનાવવી વધારે સરળ થઈ જશે. ઉપરાંત ઓનલાઈન અમે કારોબારીઓ પાસેથી ઘણીબધી વિગતો પણ લઈ રહ્યા છીએ. જેના દ્વારા સરકારી ખરીદી નીતિ, માર્કેટ અસિસ્ટન્ટ સ્કીમથી લઈને ટેક્નોલોજી અપગ્રેડેશન વગેરેની વિગતો માગવામાં આવી રહી છે. 

- કારોબારીઓને સ્કમનો લાભ મળી શકશે. 
- મળશે સસ્તામાં ઇન્શ્યોરન્સ
- સોલર એનર્જી યૂઝ કરનારને ડિસ્કાઉન્ટ. 
- અટકી પડેલ પેમેન્ટ મળશે સરળતાથી.
- સરકારી ખરીદ નીતિ અંતર્ગત બિઝનેસ કરવાનું થશે સરળ. 
- વેન્ડર ડેવલપમેન્ટ કરવાનું થશે સરળ. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...એસએમઈને લઈને મોદી સરકારની શું મોટી યોજના છે...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government has notified the rules for the msme databank
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.