• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Goverment Prepares Businessman Under Transforming India

સરકારી કંપનીઓ બનાવશે બિઝનેસમેન, ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા અંતર્ગત આ છે પ્લાન

નવી દિલ્હીઃમોદી સરકાર હવે ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાન અંતર્ગત નવા બિઝનેસમેનને તૈયાર કરવા અંગેની તૈયારી કરી રહી છે. આ માટે સરકારી કંપનીઓનો (પબ્લિક સેકટર યુનિટસ) સહારો લેવામાં આવશે. આ સંબધમાં નીતી આયોગે એક એકશન પ્લાન બનાવ્યો છે. આ અંતર્ગત વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ચલાવવાની તૈયારી છે.
 
કઈ રીતે બનાવવામાં આવશે બિઝનેસમેન
 
નીતી આયોગ દ્વ્રારા તૈયાર કરવામાં આવેલા નવા પ્રપોઝલના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર અંતર્ગત આવનારી કંપનીઓને વેન્ડર ડેવલોપમેન્ટની જવાબદારી સોપવામાં આવશે. આ અંતર્ગત એ કંપનીઓ આવશે જે દર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધુની ખરીદી માઈક્રો એન્ડ સ્મોલ કેટેગરીના બિઝનેસમાંથી કરે છે.
 
હાલ શું છે સરકારી ખરીદીનો નિયમ
 
કેન્દ્ર સરકારની કંપનીઓ માટે એપ્રિલ 2015થી સરકારી ખરીદીના નિયમો લાગુ થયા છે. જેમાં કંપનીઓએ પોતાની ખરીદીનો 20 ટકા હિસ્સો માઈક્રો એન્ડ સ્મોલ કારોબારિઓ પાસેથી કરવો અનિવાર્ય છે. જેમાં 20 ટકા હિસ્સો અનુસુચિત જાતિ અને જનજાતિના કારોબારીઓ માટે નક્કી છે.
 
શું છે પ્લાન
 
આ અંતર્ગત સરકાર એમ ઈચ્છી રહી છે કે સરકારી કંપનીઓ માટે વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અનિવાર્ય કરવામાં આવે. આ અંતર્ગત એક વર્ષમાં 100 કરોડ રૂપિયાથી વધુ ખરીદી વાળી કંપનીઓ એવા વેન્ડર ડેવલોપ કરે, જે આપણને ઈન્ટરનેશનલ લેવલની બરાબર લઈ જઈ શકે. આ પ્લાન અંતર્ગત અનુસુચિત જાતિ અને જનજાતિના કારોબારિઓને પણ તક આપવાની તૈયારીઓ થઈ રહી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કેમ સરકાર બનાવી રહી છે આવો પ્લાન...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Goverment prepares businessman under transforming India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.