• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Demonetisation: Income Tax Department Faces Manpower Crunch

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 18 હજાર પદો ખાલી, મોદીના બ્લેકમની અભિયાનને લાગ્યો ઝટકો

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ વિભાગમાં લગભગ 18,000 જગ્યાઓ ખાલી છે. આ પદ ફિલ્ડમાં કામ કરનારા કર્મચારીઓના છે. એવામાં 2.5 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ ધરાવતા એકાઉન્ટની તપાસ કરવી ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે મોટો પડકાર છે. જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોટી સંખ્યામાં કર્મચારીઓની નિયુક્તિ નથી કરતું તો મોદી સરકાર માટે નોટ બેન બાદ એકાઉન્ટને સ્કેન કરવું અને નોટિસ મોકલવી મુશ્કેલ હશે.  
 
 
ઇન્કમ ટેક્સ એપ્લોઇઝ ફેડરેશનના સેક્રેટરી જનરલ રૂપકે સરકારે moneybhaskar.com  ને ઇનકમ ટેક્સ વિભાગમાં કુલ 60,000 જગ્યાઓ છે જેમાંથી 18 હજાર જગ્યાઓ ખાલી છે. જો સરકાર આ બધા પદો પર નિયુક્તિઓ કરે છે તો નોટ બેન પછી મોટી સંખ્યામાં એકાઉન્ટની સ્ક્રૂટીની સંભવ છે. જો આમ ન થાય તો આટલી મોટી સંખ્યામાં એકાઉન્ટની સ્ક્રૂટિની શક્ય નહીં બને. આવકવેરા વિભાગમાં હાલ 30 થી 40 ટકા જગ્યાઓ ખાલી છે.
 
મોટાભાગના પદો બી અને સી ક્લાસના
 
રૂપક સરકારનું કહેવું છે કે મોટાભાગના ખાલી પદો બી અને સી ક્લાસના કર્મચારીઓના છે. ફિલ્ડમાં મોટાભાગના બી અને સી ક્લાસના કર્મચારીઓ જ કામ કરે છે. એવામાં આવકવેરા વિભાગ માટે મોટી સંખ્યામાં એકાઉન્ટ પર નજર રાખવી અને તેની તપાસ કરવી સરળ નહીં હોય.
 
ટેક્નોલોજીથી સરળ થયું ઇન્કમટેક્સ વિભાગનું કામ 
 
કેપીએમજી ઇન્ડિયાના પાર્ટનર એન્ડ હેડ, ટેક્સ ગિરીશ વનવારીનું કહેવું છે કે આવકવેરા વિભાગ હાલના સ્ટ્રેન્થ સાથે મોટી સંખ્યામાં એકાઉન્ટ સ્કેન કરવાનું મુશ્કેલ બશે.
 
નોટ બેન બાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પર વધી ગયો છે બોજ
 
નોટ બેન બાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પર કામ કરવાનો બોજ વધી ગયો છે. કર્મચારીઓની ઓછી સંખ્યા અને વધારાના દબાણના કારણે આવકવેરાના વર્ષના 6 થી 7 લાખ કેસોની તપાસ કરવાનું કઠિન હશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો પાનને લઇને સરકારે કેમ બદલ્યા નિયમ 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: demonetisation: income tax department faces manpower crunch
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.