• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Cheating On Name Of Government Scheme

મોદીની આ 4 સ્કીમના નામ પર ફ્રોડ, રજીસ્ટ્રેશન-ટ્રેનિંગના નામે કરોડોની છેતરપિંડી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર સ્કીમના નામ પરથી ફ્રોડ શરૂ થઈ ગયા છે. આ સ્કીમનો લાભ લેવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી, જોકે ઘણી કંપનીઓ તેની સાથેના સંલગ્ન નામ રાખીને લોકો પાસેથી પૈસા વસૂલી રહી છે. સરકારી માન્યતા પ્રાપ્ત ન હોવાને કારણે તે લોકો પાસેથી ટ્રેનિંગના બહાને પૈસા વસુલી રહી છે. સરકાર આ કંપનીઓના ચક્કરમાં ન પડવા માટે લોકોને એલર્ટ કરી રહી છે.
 
સૂર્ય મિત્ર બનવાના નામ પર ફ્રોડ 
 
હાલમાં જ સૂર્ય મિત્ર બનવાના નામ પર ફ્રોડની વાત પ્રકાશમાં આવી છે. ફ્રોડની સૂચના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીએ આપી છે. સૂર્ય મિત્ર સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમએનઆરઈનો છે. આ પ્રોગ્રામ અંતર્ગત યુવાઓને સોલર પાવર સેકટરની ટ્રેનિંગ આપવામાં આવે છે. એનઆઈએસઈ દ્વારા અધિકૃત ટ્રેનિંગ સેન્ટર્સ દ્વારા ફ્રીમાં આ ટ્રેનિંગ આપવામાં આવે છે.
 
વડાપ્રધાન કૌશલ વિકાસ યોજનાના નામ પર પણ ફ્રોડ
 
મોદી સરકારનો ટાર્ગેટ વર્ષ 2022 સુધીમાં દેશમાં 22 લાખ લોકોને સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપવાનો છે. આ માટે સરકારે ગત વર્ષે વડાપ્રધાન કૌશલ વિકાસ યોજનાની શરૂઆત કરી હતી.
 
એન્ટરપ્રિન્યોરશીપની ટ્રેનિંગના નામ પર ફ્રોડ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે લોકોને વધુને વધુ રોજગારીની ટ્રેનિંગ આપવામાં આવે. આ કારણે જ તેના માટે એક અલગ સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીની શરૂઆત કરવામાં આવી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો- આ સ્કીમમાં પણ થઈ રહ્યાં છે ગોટાળા
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cheating on name of government scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.