• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Work With These Sites Including Amazon Turk And Earn Upto 60k

Amazon turk સહિત આ 5 વેબસાઈટ પર કરો કામ, 60 હજાર સુધી થશે ઈન્કમ

નવી દિલ્હીઃ આજકાલ લોકો ભાગદોડ વાળી નોકરી કરવાના સ્થાને ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવવાનું વધુ પસંદ કરે છે. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધતા ચલણના કારણે આ કામ વધુ સરળ થઈ ગયું છે. એવામાં તમારી પાસે ઘરે બેઠા પૈસા કમાવાની પણ સારી તક છે.
આ પ્રકારની ઘણી વેબસાઈટ છે, જેના દ્વારા તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કર્યા વગર કામ કરી શકો છો. આ કામ તમે એમેઝોન ટર્ક સહિત 5 વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરીને શરૂ કરી શકો છો. પોતાની સુવિધા અને સમય પ્રમાણે, મહીનામાં 100 કલાક સુધી આ કામ કરીને તમે 60 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.એવામાં ચાલો જાણીએ આ કામ અને ઈન્કમ વિશે...
 
આ વેબસાઈટસથી ઈન્કમ માટે જરૂરી છે આ પ્રક્રિયા
 
વગર ઈન્વેસ્ટમેન્ટે ઓનલાઈન પૈસા કમાવવા માટે સૌથી પહેલા તમારે એમ ટર્ક, ઓ ડેસ્ક, સ્ક્રિપ્ટેડ, ફીવર અને ઈલૈન્સ વેબસાઈટ પર રજિસ્ટર્ડ થવું પડશે. આમા તમે ઓનલાઈન જોબ માટે સાઈન-ઈન કરી શકો છો. સાઈન ઈન કરતી વખતે તમારે ઈન્ટરનેશનલ ડિજિટલ વોલેટ પર તમારું રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનનો વિકલ્પ વેબસાઈટમાં સાઈન-ઈન કર્યા બાદ આવે છે. આવું એટલા માટે જરૂરી છે કે કામ પુરુ કરી લીધા બાદ વગર કોઈ અડચણે પૈસા તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય.
 
કેમ જરૂરી છે ઈન્ટરનેશનલ ડિજિટલ વોલેટ
 
ડિજિટલ વોલેટ એક પ્રકારનું ઈલેકટ્રોનિક વોલેટ છે, જેનો ઉપયોગ બિઝનેસ સબંધી કામ માટે કરવામાં આવે છે. તે પ્રત્યેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે, તે બેન્ક એકાઉન્ટ સાથે સાઈન ઈન કરતી વખતે જોડાઈ જાય છે. આ વોલેટ દ્વારા તમારું કામ પુરુ થવાની સાથે જ તમારા બેન્ક એકાઉન્ટમા પૈસા ટ્રાન્સફર થતા રહે છે.  
 
આગળની સ્લાઈડમાં જાણો, સારી કમાણીની તક આપતી વેબસાઈટો વિશે....
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Work With These Sites Including Amazon Turk And Earn Upto 60k
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.