• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Earn More Than 1 Lakh Per Month In Pearl Farming

ઓછા રોકાણના આ બિઝનેસથી થશે 1 લાખની મંથલી ઈન્કમ, જાણો રીત

નવી દિલ્હીઃ ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફીટ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે મોતીની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે. તેના માટે 2 લાખ રૂપિયાનું શરૂઆતનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. દોઢ વર્ષ બાદ જયારે મોતી તૈયાર થાય છે ત્યારે એવરેજ 1 લાખ રૂપિયાની મંથલી કમાણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ ઘરેલું અને ઈન્ટરનેશનલ માર્કેટમાં મોતીની ખુબ જ માંગ છે. ક્વોલિટીના હિસાબથી માર્કેટમા એક મોતી 250 રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી વેચાય છે.આ રીતે થાય છે મોતીની ખેતી...
 
ઈન્ડિયન પર્લ કલ્ચરના ફાઉન્ડર અશોક મનવાનીના જણાવ્યા પ્રમાણે, મોતીની ખેતી એ રીતે કરવામાં આવે છે, જેમ નેચરલ રૂપથી મોતી તૈયાર થાય છે. તેની ખેતી તમે કોઈ પણ તળાવ કે પછી 1000 વર્ગફીટનું તળાવ બનાવીને કરી શકો છો. તળાવ બનાવ્યા બાદ માર્કેટ કે માછલી ઘરમાંથી સીપ ખરીદો. ક્લોલિટીના હિસાબથી સીપ લગભગ 1.5થી 5 રૂપિયાની વચ્ચે પડે છે. બાદમાં 2-3 દિવસ સુધી સીપને તળાવમાં રહેવા દો. આ સીપની માંસપેશિયો ઢીલી થઈ જાય છે અને સરળતાતી સર્જરી થઈ શકે છે. પછી એકસપર્ટની મદદથી સીપની સર્જરી કરીને તેની અંદર જે ડિઝાઈનનું મોતી જોઈએ તેની ફ્રેમ નાખવામાં આવે છે. બાદમાં નાયલોનની બેગમાં સીપને પાણી ભરેલ વાસણમાં 10 દિવસ સુધી રાખો. આ પાણીમાં એન્ટિબાયોટિક મેળવી દો. આ દરમિયાન ડેઈલી સીપની તપાસ કરવામાં આવે છે કે તે મરી ગઈ તો નથીને. 
 
આગળની સ્લાઈડમાં જાણો, 10 દિવસ બાદ શું કરવામાં આવે છે સીપનું... 
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Earn More Than 1 Lakh Per Month In Pearl Farming
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.