• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Indian Electronics And Hardware Market Growing At 8%

60 ટકા ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરમાં માર્કેટ પર છે ઈમ્પોર્ટનો કબ્જો

60 ટકા ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરમાં માર્કેટ પર છે ઈમ્પોર્ટનો કબ્જો
નવી દિલ્હીઃ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડેવર ઈન્ડસ્ટ્રી ઝડપથી વધી રહ્યું છે અને વર્ષ 2018 સુધી ઈલેક્ટ્રોનિક્સ તથા હાર્ડવેરનું માર્કેટ 13 હજાર કરોડ ડોલર (આશરે 8 લાખ 50 હજાર કરોડ રૂપિયા) સુધી પહોંચી જશે.
 
વર્ષ 2016માં ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર માર્કેટ આશરે 88 બિલિયન ડોલરનું છે. એસોચેમ અને હવાઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઈલેકટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર માર્કેટના ગ્રોથમાં દર વર્ષે 8.6 ટકાનો ગ્રોથ થઈ રહ્યો છે.
 
ઈમ્પોર્ટના ભરોસે
 
રિપોર્ટ મુજબ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ઈન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી છે. તેમ છતાં વધતી ડિમાન્ડને પૂરી કરવા માટે ઈમ્પોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. આશરે 50થી 60 ટકા ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની ડિમાન્ડ ઈમ્પોર્ટથી પૂરી કરી શકાય છે, જ્યારે 70થી 80 ટકા ઈલેકટ્રોનિક કમ્પોનેન્ટ્સ માર્કેટ ઈમ્પોર્ટ પર નિર્ભર છે. આ સ્થિતિમાં ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ વધે તે જરૂરી છે.
 
મેક ઈન ઈન્ડિયાથી સુધરશે સ્થિતિ
 
રિપોર્ટમાં જણાવાયા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામથી સ્થિતિ સુધરશે અને અનેક ઈન્ટરનેશનલ કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ કરીને આ ડિમાન્ડ પૂરી કરી શકે છે. તેનાથી દેશમાં એક્સપોર્ટ વધશે. આ ઉપરાંત સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સહિત અનેક પોલીસી ઈનિશિએટિવ લીધા છે, જેના પરિણામે ભારતમાં કારોબાર કરવો સરળ થયો છે. આ સ્થિતિમાં ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરનું મેન્યુફેક્ચરિંગ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
આ છે પડકાર
 
રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ઈન્ડસ્ટ્રી સામે મુખ્ય પડકારોનો પણ ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટ મુજબ હજુ પણ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત અનેક પગલાં ભરવાના છે. ટેક્સ સંબંધિત અનેક મુદ્દા પણ ઉકેલવા પડશે. સ્કિલ લેબરની તંગી સેક્ટર માટે મોટો પડકાર છે.
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian electronics and hardware market growing at 8%
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.