• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Now Traders Can Directly Complaint To Central Government

કારોબારીઓનું પેમેન્ટ બાકી હોય તો સરકારને સીધી કરો ફરિયાદ, મળશે રાહત

નવી દિલ્હીઃ નિશ્ચિત સમય પર પેમેન્ટ નહી થવા પર નાના કારોબોરીઓ હવે કેન્દ્ર સરકારને સીધી ફરિયાદ કરી શકે છે. સરકારી તેમજ મોટી કંપનીઓ પર નાના કારોબારીઓના વધી રહેલા બાકી રકમને જોતા સરકારે આ પગલું ઉઠાવ્યું છે. જોકે, આ ફરિયાદોના સમાધાન માટે દરેક રાક્યમાં માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇસ ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરવાની જોગવાઇ છે, પરંતુ હજુ સુધી 18 રાજ્યોમાં આ કાઉન્સિલની રચના થઇ નથી. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારને આ બાબતને પોતાના હાથમાં લેવી પડી છે.
 
કેવી રીતે કરશો ફરિયાદ
 
જો કોઇ મોટી કંપની અથવા પીએસયુ નાના કારોબારીઓને બાકીનુ પેમેન્ટ નથી આપતી તો કારોબારી એમએમઇ મંત્રાલયની વેબસાઇટ પર જઇને પોતાના ઉદ્યોગ આધાર નબર અને પોતાના વ્યક્તિગત આધાર નંબરના આધારે ઓનલાઇન ફરિયાદ કરી શકે છે. તેના માટે કારોબારીઓને ખરીદદારની પૂરી જાણકારી સાથે બીલની તારીખ, સપ્લાઇ કરવામાં આવેલી સામાનની કિંમતની સાથે બીલની કોપી પણ વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. જો મામલો ફેસિલિટેશન કાઉન્સિલમાં પેન્ડિંગ હોય તો તેની જાણકારી આપવી પડશે.
 
શું કાર્યવાહી કરશે કેન્દ્ર
 
એમએસએમઇ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કારોબારીઓ પાસેથી ઓનલાઇન ફરિયાદ મળ્યા બાદ મંત્રાલય દ્વારા સંબંધિત પીએસયુના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. ફરિયાદોને જોતા પીએસયુની સાથે રેગ્યુલર બેઠક કરવામાં આવશે અને પીએસયુ પર કારોબારીઓને બાકીની રકમ આપી દેવા માટે દબાણ કરવામાં આવશે. જરૂર પડશે તો પ્રધાન સ્તરની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આવી રીતે મોટી કંપનીઓ પાસેથી પણ નાની કંપનીઓનું પેમેન્ટ સમય પર કરવાનું કહેવામાં આવશે.
 
ફસાયુ છે 70હજાર કરોડ રૂપિયા
 
એસએમઇ સંગઠનોનું કહેવું છે કે પીએસયુ પર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રિન્યોર (એમએસઇ)ના રૂ. 70 કરોડ રૂપિયા બાકી છે. આ તે નાણાં છે, જે તેમને સરકારી કંપની પાસેથી ઓર્ડર મળ્યા બાદ સપ્લાઇ કરવાના 45 દિવસોની અંદર મળવા જોઇએ, પરંતુ છ મહિના વીતી ગયો હોવા છતા આ પૈસા મળ્યા નથી. સંગઠનોનું કહેવું છે કે સરકારી કંપનીઓ જેવી જ હાલત મોટી પ્રાયવેટ કંપનીઓની પણ છે, જે એસએમઇને નિશ્ચિત સમયે પૈસા આપી રહી નથી.
 
સફળ ન થયા સરકારના પ્રયાસ
 
વર્ષ 1992માં કેન્દ્ર સરકારે એસએમઇની આ સમસ્યાની ઓળખ કરી હતી અને ચૂકવણીમાં વિલંબ થવા પર વ્યાજની જોગવાઇ કરી હતી. વર્ષ 2006 એમએસએમઇડી એક્ટમાં જોગવાઇ કરવામાં આવી છે કે દરેક રાજ્યોમાં ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરવામાં આવે, જે 90 દિવસની અંદર એસએમઇની ફરિયાદનું સમાધાન કરાવે. પરંતુ અનેક પ્રદેશોમાં આ કાઉન્સિલ સફળ સાબિત થઇ રહી નથી.
 
આગળની સ્લાઇડમાં વાંચો - ક્યા રાજ્યોમાં નથી ફેસિલિટેશન કાઉન્સિલ
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now Traders can directly complaint to Central Government
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.