• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Notebandhi Nagative Effect On Jobs SME

નોટબંધીની નોકરીઓ, SME પર નકારાત્મક અસર

નોટબંધીની નોકરીઓ,  SME પર નકારાત્મક અસર
નવી દિલ્હી:નાના અને મધ્યમ કદના એકમોની કામગીરી પર ડિમોનેટાઇઝેશનની પ્રતિકૂળ અસર પડશે અને નોકરીઓના સર્જન પર પણ તેની નકારાત્મક અસર પડશે,  એમ એસોચેમના સર્વેમાં જણાવવામાં આવ્યું હતું. જોકે મોટા અને વિશાળ સુવ્વસ્થિત ક્ષેત્રોને લાંબા ગાળે એનો લાભ મળશે. જો ક્ષેત્રવાર જોઈએ તો કૃષિ, સિમેન્ટ. ફર્ટિલાઇઝર, ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ્સ અને રિટેલ્સ ક્ષેત્ર પર નોટબંધીની નકારાત્મક અસર જોવા મળશે. જોકે પાવર, ઓઇલ એન્ડ ગેસ,  ફાર્માસ્યુટિકલ્સ, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર તેની હકારાત્મક અસર પડશે.

મોટા ભાગના ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે નોટબંધીની સૌથી વધુ અસર એસએમઈ ક્ષેત્ર પર પડશે, જે વધુ એક ત્રિમાસિક ગાળા સુધી નકારાત્મક અસર રહેશે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં આ એકમોના વેચાણમાં ઘટાડો થશે. વળી જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન તેમની ઓર્ડરબુકમાં હાલ કોઈ વધારો થયેલો જણાતો નથી. સ્થાનિક બજારમાં પણ રોકડખેંચને કારણે શાકભાજીની કિંમતો ઘટી છે અને અન્ય પાકોના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.   92 ટકા લોકોએ ફુગાવા પર તેની હકારાત્મક અસર પડશે, એમ કહ્યું હતું.

નોટબંધીથી ટૂંકા ગાળામાં ગ્રાહકોનો ખર્ચ ઘટશે
નોટબંધીને કારણે ટૂંકા ગાળામાં ગ્રાહકોનો ખર્ચ ઘટશે, પરંતુ ભારતીય જીડીપી ગ્રોથ 7.6-7.7 ટકાએ પાછો ફરશે, એમ યુએન રિપોર્ટમાં સિનિયર આર્થિક અધિકારીએ જણાવ્યું હતું. ભારતીય અર્થતંત્ર મજબૂત ખાનગી વપરાશવધારાને કારણે 2017માં 7.7 ટકા અને 2018માં 7.6 ટકાના દરે વિકસશે. જોકે અહેવાલમાં નોટબંધીની ગ્રોથ પર ઝાઝો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
 
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Notebandhi nagative effect on Jobs SME
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.