• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Many States Have Not Declared Net Metering Policy Yet

છત પર સોલર પ્લાન્ટ લગાવીને વીજળી વેચવી કેવી રીતે, ઘણાં રાજ્યોએ નથી બનાવી પોલિસી

નવી દિલ્હીઃ મોદી સરકાર ઇચ્છે છે કે વર્ષ 2022 સુધી દેશમાં 1 લાખ મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન કરવામાં આવે અને તેના માટે સરકાર દરેક ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવીને લોકોને વીજળી વેચવા માટે પ્રેરિત કરી રહી છે, પરંતુ હકીકત એ છે કે ઘણાં રાજ્યોમાં આ પ્રકારની પોલિસી છે જ નહીં કે જેથી લોકો છત પર પ્લાન્ટ લગાવીને વીજળી ડિસ્કોમ્સને વેચી શકે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. એટલું જ નહીં, જે રાજ્યોએ પોલિસી બનાવી છે ત્યાં પણ અત્યાર સુધી મીટરની વ્યવસ્થા ન થવાને કારણે પણ લોકો વીજળી નથી વેચી શકતા. 

શું છે જોગવાઈ

યૂપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જવાહર લાલ નેહરૂ સોલર મિશનમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે તમામ રાજ્યોમાં ગ્રિડ કનેક્ટેડ રૂફ ટોપ સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે અને લોકોને પ્રેરિત કરવામાં આવશે કે તે પોતાની બિલ્ડિંગની છત પર સોલર પ્લાન્ટ લગાવે. આ પ્લાન્ટથી ઉત્પન્ન થનારી વીજળીનો ઉપયોગ ખુદ તો કરી શકશે જ પરંતુ સાથે સાથે સરપ્લસ રહેવા પર વીજળી ગ્રિડ સાથે જોડવામાં આવશે. જે લોકો પોતાની બિલ્ડિંગની છત પર લાગેલ સોલર પ્લાન્ટની વીજળી ગ્રિડને આપશે તે લોકોને જે તે ક્ષેત્રની વીજળી વિતરણ કંપની (ડિસ્કોમ) એક નક્કી દર પર કિંમત ચૂકવશે. તેના માટે દરેક રાજ્યમાં નેટ મીટરિંગ પોલિસી બનાવવામાં આવશે. આ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવશે કે લોકો પોતાના ઘરમાં એવા મીટર લગાવે, જે ગ્રિડને આપવામાં આવતી વીજળીને રેકોર્ડ રાખશે. સાથે જ આ પોલિસી અનુસાર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમીશન દ્વારા દર વર્ષે એક સોલર ટેરિફની પણ જાહેરાત કરવામાં આવશે જે અનુસાર છત પર સોલર પ્લાન્ટ લગાવનારાઓને ડિસ્કોમ દ્વારા ચૂકવણી કરવામાં આવશે.

ઘણાં રાજ્યોમાં નથી બની પોલિસી

યૂપીએ સરકારમાં આ મિશન પર કેટલાક ખાસ કામ નથી થયા, પરંતુ મોદી સરકારે માત્ર સોલર પાવરનો ટાર્ગેટ 5 ગણો વધારી દીધો છે સાથે સાથે ઘણાં તબક્કે ઝડપથી કામ શરૂ કર્યું છે. તેના પર કામ તો શરૂ થયું, પરંતુ હાલમાં ઘણાં રાજ્યોએ નેટ મીટરિંગ પોલિસીની જાહેરાત નથી કરી. વિતેલા સપ્તાહે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા આયોજિત નેશનલ રૂફટોપ સોલર વર્કશોપમાં આ મુદ્દો ઉઠ્યો હતો. કહેવાય છે કે, અત્યાર સુધી 18 રાજ્યોએ સોલર પોલિસી અને નેટ મીટરિંગ પોલિસી લાગુ કરી છે. 

આ રાજ્યોમાં નથી બની પોલિસી

વર્કશોપમાં આપવામાં આવેલ જાણકારી અનુસાર, મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ-કાશ્મીર સહિત ઘણાં નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં અત્યાર સુધી નેટ મીટરિંગ પોલિસી નથી બની. તેના કારણે આ રાજ્યોમાં ડિસ્કોમ સોલર પાવરની ખરીદી નથી કરી રહી. એવામાં જે લોકોએ પોતાની બિલ્ડિંગની છત પર સોલર પ્લાન્ટ લગાવ્યા છે તે ખુદ તેનો ઉપયોગ કરી રહ્યા છે અથવા કેપેસિટી અનુસાર ઉત્પાદન નથી કરી રહ્યા. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો.....જ્યાં પોલિસી લાગું છે ત્યાં શું થઈ રહ્યું છે...
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: many states have not declared net metering policy yet
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.