• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Last Week’S Know Big News, Rs. 251 Freedom Mobile Launched

રૂ. 251 સ્માર્ટફોન લોન્ચ, પીએફ પર મળશે વધુ વ્યાજ, સપ્તાહના મોટા સમાચાર

નવી દિલ્હીઃચાલુ સપ્તાહ અનેક બાબતોમાં ખાસ રહ્યું હતું. એક કંપનીએ તમામ વિવાદોની વચ્ચે ભારતમાં રૂ. 251માં સ્માર્ટોફન લોન્ચ કર્યો, જે સમાચાર વિતેલા સપ્તાહે સતત પ્રકાશમાં રહ્યા હતા. ત્યારે સરકારે સ્મોલ સેવિંગ્સ પર વ્યાજ દર ઓછો કરી દીધો છે. જોકે, પીએફના વ્યાજ દરમાં વધારો કર્યો. જાણો સપ્તાહના મોટા સમચાર...
 
રિંગિંગ બેલ્સ રૂ.251માં આજે લોંચ કરશે દેશનો સૌથી સસ્તો સ્માર્ટફોન,ગુરુવારથી થશે બુકિંગ... 
 
ડોમેસ્ટિક મોબાઇલ મેન્યુફેક્ચરર રિંગિંગ બેલ્સ પ્રાઇવેટ લિમીટેડ રૂ. 251માં દેશનો સૌથી સસ્તો સ્માર્ટફોન આજે લોન્ચ કરવા જઇ રહી છે. આ 'FREEDOM 251'સ્માર્ટફોનનું બુકિંગ ગુરુવારે સવારે છ વાગ્યાથી શરૂ થઇ જશે. રિંગિગ બેલ્સના આ ફોન માર્કેટમાં આવવાથી સ્માર્ટફોન બજારમાં નવી કોમ્પીટીશન શરૂ થઇ ગઇ છે. કંપનીની યોજના 500 રૂપિયાથી ઓછા રૂપિયામાં સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાની યોજના છે.
 
પોસ્ટ ઓફિસ બચતનાં વ્યાજ દરમાં ઘટાડો,જાણો વળતરમાં કેટલું નુકસાન થશે... 
 
સરકારે નાની બચત સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પોસ્ટ ઓફિસ રીકરિંગ ડિપોઝિટ પર 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. એટલે કે વ્યાજ દરમાં ઘટાડો થવાથી તમને મળતા વળતરમાં પણ ઘટાડો આવશે. તેના બદલે તમે પીપીએફ, પાંચ વર્ષની એનએસી, એમઆઈએસ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. કારણ કે આ સ્કીમ્સના વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.  
 
 
PFપર વધ્યો વ્યાજ દરઃ વર્ષ2015-16માટે8.8%મળશે,બોનસ નહીં મળે... 
 
કેન્દ્ર સરકારે મંગળવારે પીએફ ખાતા પર મળતા વ્યાજ દરની જાહેરાત કરી છે. સરકારે નાણાંકીય વર્ષ 2015-16 માટે ઈપીએફઓ ખાતાધારકો માટે વ્યાજના દર 8.8 ટકા નક્કી કર્યાં છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) સાથે જોડાયેલ 5 કરોડ ખાતાધારકોને તેનો લાભ થશે. 

http://money.divyabhaskar.co.in/news/BIZ-PF-RET-pf-interest-rate-hiked-to-8-5251134-NOR.html
 
વૈશ્વિક રીકવરીથી સેન્સેક્સમાં568પોઇન્ટ બાઉન્સબેક: આ વર્ષનો સૌથી મોટો ઊછાળો
 
આંતરરાષ્ટ્રીય બજારોના મજબૂત સંકેતો પર ભારતીય શેરબજારોએ સોમવારે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી મોટો ઊછાળો બતાવ્યો છે. સેન્સેક્સ અંતે 568 (+2.47%) પોઇન્ટના ઊછાળા સાથે 23,554.12 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 182(+2.61%) પોઇન્ટ ઊંચકાઇને 7,162.95 પર બંધ આવ્યો હતો. મેટલ અને બેન્કિંગ સેક્ટર ઇન્ડેક્સ 10 ટકા ઊછળ્યા હતા. 

http://money.divyabhaskar.co.in/news/BIZ-MARK-STMF-sensex-rebounds-568-points-on-sharp-recovery-in-global-markets-5250141-NOR.html
 
 
કેન્દ્ર સરકારDA119%થી વધારીને125%કરે તેવી શકયતા
 
કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં ડીઅરનેસ એલાઉન્સ (DA) વધારે તેવી શકયતા છે. આ એલાઉન્સ હાલના 119% ટકાથી વધારીને 125% કરવામાં આવી શકે છે. આ કારણે દેશના એક કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થશે.  

http://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-POLI-government-likely-to-hike-da-to-125-5253698-NOR.html
 
આગળની સ્લાઇડમાં વાંચો – અન્ય મોટા સમાચારો
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last week’s Know big news, Rs. 251 Freedom Mobile launched
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.