• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Lack Of Money From The Ministry For Electronics Product Initiative

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની પહેલ માટે મંત્રાલયની પાસે નાણાંની અછત

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની પહેલ માટે મંત્રાલયની પાસે નાણાંની અછત
નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે નાણાંની અછતનો સામનો કરી રહ્યો છે. જ્યારે મેક ઇન ઇન્ડિયા હેઠળ ડિફેન્સ ક્ષેત્ર માટે સાધનસરંજામનું ઉત્પાદનો કરવા માટે MSME એકમોને પ્રોત્સાહન આપવા માટે સરકારે કોઈ વિશેષ યોજના જાહેર કરી નથી, એમ રાજ્ય કક્ષાના MSME પ્રધાન ગિરિરાજ સિંહે જણાવ્યું હતું.
 
આઇટી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માગે છે, પણ જ્યારે મંત્રાલયે હિસાબ માંડ્યો કે નાણાં વર્ષ 2017-18માં સબસિડી આપવા માટે રૂ. 1,050ની જરૂર પડશે, જ્યારે સંશોધિત વિશેષ પ્રોત્સાહન પેકેજ યોજના (એમએસઆઇપીએસ) અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (ઈએમસી) હેઠળ તે માત્ર રૂ. 18.5 કરોડ એકઠા કરી શક્યું હતું. મંત્રાલયને ચાલુ નાણાં વર્ષમાં એમએસઆઇપીએસ હેઠળ પ્રોત્સાહન વિતરણ (સબસિડી) માટે રૂ. 808.32 કરોડની જરૂર છે.
 
1.28 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવ મળ્યા : મંત્રાલયને અત્યાર સુધી આ યોજના હેઠળ 256 અરજીકર્તાઓ પાસેથી રૂ. 1.28 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવ મળ્યા છે, જેમાં 17,997 કરોડના રોકાણ પ્રસ્તાવોને મંજૂર કરાયા છે, જ્યારે 10,980 કરોડના 33 રોકાણ પ્રસ્તાવોને દૂર કરવામાં આવ્યા છે. 
 
MSIPS હેઠળ 20-25%ની સબસિડી :એમએસઆઇપીએસ યોજના આશરે 15 વર્ષ પહેલાં જુલાઈ, 2002માં જાહેર કરવામાં આવી હતી.  જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન અને મેન્યુ. સેગમેન્ટમાં રોકાણ આકર્ષવાનો હતો. આના હેઠળ સેઈઝેડમાં રોકાણ પર 20 ટકા અને બિન એસઈઝેડમાં 25 ટકા સબસિડી આપવામાં આવે છે. ઉદ્યોગોના અનુમાન મુજબ મંત્રાલયને આ યોજના હેઠળ 1.25 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવોની મંજૂરી માટે 31,250 કરોડની જરૂર છે.  

MSME ક્ષેત્ર માટે ડિફેન્સમાં વિશેષ યોજના નહીં 
 
મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ 25 ઉત્પાદન ક્ષેત્રોને ઓળખી કાઢવામાં આવ્યાં છે અને સંરક્ષણ મંત્રાલય ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ પ્રોસિજર-2016નો ઉદ્દેશ ડિફેન્સ ક્ષેત્રે એમએસએમઈનું યોગદાન વધારવાનો છે. ડિફેન્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં MSME યોજનાઓ જેવી કે નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ પ્રોગ્રામ, MSME ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ટેક્નોલોજી સેન્ટર સિસ્ટમ પ્રોગ્રામનું અમલીકરણ MSME મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

CCIએ નિયમનોની આકારણી કરી
 
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સ્પર્ધા પંચ)એ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં બિનજરૂરી નિયમનકારી નિયંત્રણો દૂર કરવા માટે અને વેપારમાં વધુ સરળતા (ઈઝ ઓફ ડુઇંગ) કરવા માટે નિયમોની આકારણી કરી રહ્યું છે. નિયમનકાર ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં હરીફાઈના વ્યૂહથી નીતિઓ, કાયદાઓ અને નિયમનોની આકારણી કરી રહ્યું છે, એમ સીસીઆઇના ચેરમેન ડી. કે. સિકરીએ જણાવ્યું હતું.
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lack of money from the Ministry for Electronics product initiative
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.