• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Inspirational Stories Of Self Made Billionaire

કોઈ રહ્યું અનાથ આશ્રમમાં તો કોઈકે કરી મજૂરી, જાણો આ અબજપતિઓની કહાની

નવી દિલ્હીઃ ફેસબુકના ઝકરબર્ગ હોય કે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, તેમના અંગે તમામ જાણે છે પરંતુ ઘણી મુશ્કેલ સ્થિતિનો સામનો કરીને સફળતા મેળવી હોય તેવા વિશ્વમાં ઘણા બિઝનેસ ટાયકૂન છે. અમેરિકાની મોટી ઈન્ટરનેટ કંપની ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસનને મા-બાપે અનાથ આશ્રમમાં તરછોડી દીધા હતા તો ઝારા બ્રાન્ડના ફાન્ડર એક વેલ્ડરના દીકરા છે. આવા ઘણા બિઝનેસ ટાયકૂને મુશ્કેલ સ્થિતિમાં હિંમત ન હારી અને અબજોનું સામ્રાજ્ય ઉભું કર્યું. આજે અમે આવા જ લોકો અંગે જણાવી રહ્યા છીએ...
 
32,784 કરોડ છે લેરી એલિસનની નેટવર્થ
 
ફોર્બ્સે અમેરિકન કંપની ઓરેકલના ફાઉન્ડરને અમેરિકાના પાંચમા સૌથી ધનિક જાહેર કર્યા છે. જોકે એક સમય એવો પણ હતો જ્યારે લેરીના જન્મ બાદ તેની માતાએ તેને અનાથ આશ્રમમાં તરછોડી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ લેરીના પિતા અમેરિકન આર્મીમાં હતા. પરંતુ તેની માતાએ લગ્ન પહેલાં જ લેરીને જન્મ આપ્યો હતો, જે તેના પિતાને મંજૂર નહોતું. આ કારણે તેની માતાએ અનાથ આશ્રમમાં તરછોડી દીધા હતા.
 
જોકે થોડા વર્ષો બાદ લેરીના કાકા-કાકીએ તેમને ખોળે લીધા અને તેમને ઉછેર્યા. લેરીએ અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકાની ડેટાબેસ કંપનીમાં કામ કર્યું. આ કંપનીમાં કરતી વખતે લેરીને ડેટાબેસ તૈયાર કરતાં સોફ્ટવેર ઓરેકલનો વિચાર આવ્યો. જે બાદ તેમણે પોતાના મિત્રો સાથે આશરે 2 લાખ રૂપિયાથી બિઝનેસ શરૂ કર્યો. આજે તેમની કંપની વિશ્વના અનેક મોટા દેશોમાં ડંકો વગાડી રહી છે. ફોર્બ્સે 2015માં લેરીને અમેરિકાના પાંચમા સૌથી ધનિક જાહેર કર્યા હતા. ફોર્બ્સ મુજબ લેરી એલિસનની નેટવર્થ આશરે 32,784 કરોડ રૂપિયાની છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રેલવે ક્લાર્કનો દિકરો કેવી રીતે બન્યો વિશ્વનો બીજો સૌથી ધનિક...
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inspirational Stories of self made billionaire
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.