• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Jat Agitation: Work Stopped In Numerous Factories, Maruti Also Affected

જાટ આંદોલનઃ સેંકડો ફેક્ટરીઓમાં કામ બંધ, મારુતિને પણ અસર

નવી દિલ્હીઃ જાટ સમુદાયના આંદોલનને પગલે ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુડગાંવ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં હંગામી ધોરણે ઉત્પાદન અટકાવી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ, જાટ આંદોલનથી હરિયાણા સહિત ઉત્તર ભારતના પંજાબ, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોને 34,000 કરોડનું નુકસાન થયું છે.
 
મારુતિએ રોક્યુ પ્રોડક્શન
 
દેશની બીજી સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે તેના ગુડગાંવ અને માનેસર પ્લાન્ટમાં  શનિવારે પ્રોડક્શન રોકી દીધું હતું. મારુતિએ કહ્યું હતું કે, તેમની ગાડીઓની ડિલીવરીમાં વિલંબ થઈ શકે છે. ઉપરાંત હરિયાણાના 4 મોટા ઈન્ડસ્ટ્રીયલ હબમાં પ્રોડક્શન ઠપ થઈ ગયું છે. સાઈકલ, પ્લાયવુડ, ફૂટવિયર, વાસણ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે. બહાદુરગઢ સ્થિત ફૂટવિયર પાર્કમાં આવેલી 200થી વધુ ફેક્ટરિઓ પણ બંધ થઈ ગઈ છે. અહીંયા એક્શન, રિલેક્સો જેવી મોટી કંપનીઓ છે.
 
 
ઓટો,મેન્યુફેક્ચરિંગને સૌથી વધારે નુકસાન
 
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ મહેશ ગુપ્તાએ કહ્યું હતું કે, જાટ આંદોલનથી સમગ્ર ઈકોનોમીને નુકસાન થયું છે. ગુડગાંવ, માનેસરના ઓટો, મેન્યુફેક્તરિંગ, ઈલેક્ટ્રિસિટી, કન્સ્ટ્રક્શન અને એગ્રી બિઝનેસને 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. સૌથી વધારે અસર સપ્લાઈ ચેન પર પડી છે.
 
34હજાર કરોડનું નુકસાન
 
જાટ આંદોલનથી હરિયાણાને 34 હજાર કરોડનું નુકસાન થયું છે. ઈન્ડસ્ટ્રીના કહેવા મુજબ ખાદ્ય પદાર્થોની કિંમત વધી શકે છે. રેસ્ટોરન્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ટરને 4,000 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. આંદોલનના કારણે 550 ટ્રેન પણ પ્રભાવિત થઈ છે.
 
ટૂરિઝમ પર પડી અસર
 
રેલવે, રોડ, ગાડીઓ, ટૂરિસ્ટ અરાઈવલ પર અસર પડી છે. ટૂરિઝમ સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ જેવાકે રેલ અને રોડવેઝ જેવી સર્વિસ ઈન્ડસ્ટ્રીને 18,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એરલાઈન્સો પણ મોકાનો ફાયદો ઉઠાવીને મોંઘી ટિકિટ વેચી રહી છે. આજે પણ દિલ્હીથી ચંદીગઢ ફ્લાઈટની ટિકિટ 15,167 રૂપિયામાં મળી રહી છે. રવિવારે એરલાઈન્સો મોંઘા ભાડા પર એકસ્ટ્રા ફલાઈટ ઓપરેટ કરી રહી હતી અને સ્પેશિયલ ફ્લાઈટનું ભાડું 19,000 રૂપિયા વસૂલ કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો,ઉત્તર ભારતના રાજ્યોને કેટલું થશે નુકસાન
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jat Agitation: work stopped in numerous factories, Maruti also affected
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.