• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» MRI, CT Scan, X-Ray And Ultra Sound To Become Costiler

MRI, X-ray થશે મોંઘા, સેકન્ડ હેન્ડ મશીનોની ઈમ્પોર્ટ બંધ કરવાની તૈયારી

નવી દિલ્હીઃ MRI, CT સ્કેન, એક્સરે અને અલ્ટ્રા સાઉન્ડ કરાવવું હવે મોંઘું થઈ જશે. સરકાર સેકન્ડ હેન્ડ મશીનોની ઈમ્પોર્ટ બંધ કરવાની તૈયારીમાં છે. ઈમ્પોર્ટ થનારાં સેકન્ડ હેન્ડ મેડિકલ ડિવાઈસ પર પ્રતિબંધ મૂકવા સરકારે ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ બનાવ્યું છે. જો તેમની ભલામણો માની લેવામાં આવશે તો દર્દીના ખિસ્સા પર ભાર વધી જશે.
 
જૂના મશીનોનો ડેટા સરકારને નથી મળી શકતો
 
મિનિસ્ટ્રી ઓફ કોમર્સના એક સીનિયર અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું હતું કે ઈમ્પોર્ટ થનારાં દરેક રેડિયોલોજી મશીનનો રિપોર્ટ સરકારને મળી શકતો નથી. અનેક હોસ્પિટલ, ક્લિનિક અને ડોક્ટર સેકન્ડ હેન્ડ મશીનો બીજા દેશોમાંથી મંગાવીને તેનો રેકોર્ડ સરકારને આપતાં નથી. આ કારણે સરકાર પાસે કેટલાં સેકન્ડ હેન્ડ મેડિકલ ડિવાઈસ દેશમાં કાર્યરત છે તેનો આંકડો હોતો નથી. તેથી સરકાર આ પગલું ભરવા જઈ રહી છે.
 
મેડિકલ ડિવાઈસ મોંઘા તો અસર દર્દીના ખિસ્સા પર
 
ઈન્ડિયન રેડિયોલોજી એન્ડ ઈમેજિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. જિગ્નેશ જી ઠક્કરે મની ભાસ્કરને જણાવ્યું હતું કે, સરકાર જો સેકન્ડ હેન્ડ મશીનોની ઈમ્પોર્ટ બંધ કરશે તો તેની અસર દર્દીઓ પર થશે. નવા મશીનોની કિંમત બમણી કે ત્રણ ગણી હશે. આ સ્થિતિમાં MRI, CT સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ જેવી તપાસના રેટ વધારવામાં આવશે. ઈમ્પોર્ટ મશીનો અંગે સરકારને ડેટા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મિનિસ્ટ્રી પાસે સમય માંગ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
 
શું છે નવા અને જૂના મશીનોની કિંમત
 
- MRIના નવા મશીનની કિંમત 3થી 5 કરોડ રૂપિયા
- CT સ્કેનના નવા મશીનની કિંમત 1 થી 2 કરોડ રૂપિયા
- અલ્ટ્રાસાઉન્ડ અને એક્સરેના નવા મશીનની કિંમત 20 લાખ રૂપિયા
- સેકન્ડ હેન્ડ મશીન 20 ટકા કિંમત પર મળી જાય છે
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કેવી રીતે ઘટશે ઈમ્પોર્ટ પર નિર્ભરતા 
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MRI, CT Scan, X-Ray and Ultra sound to become costiler
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.