• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» DIPP Asks Bicycle Industry To Use Specific Reflectors By 1st Sep

સરકારે વધારી સાઈકલ ઈન્ડસ્ટ્રીની મુશ્કેલી, ચાઈનાની કંપીનીને થશે 3 અબજનો ફાયદો

નવી દિલ્હીઃસરકારના એક આદેશ બાદ સાઈકલ ઈન્ડસ્ટ્રી અને સાઈકલનું રિફલેકટર બનાવનારી ઈન્ડસ્ટ્રી સંકટમાં મૂકાઈ છે. જોકે આ કારણે ચીનની એક કંપનીને ફાયદો થવાની શકયતા છે. આ કારણે સાઈકલ ઈન્ડસ્ટ્રી એ લગભગ 300 કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ કરવું પડશે. જયારે રિફલેકટર્સ બનાવનારી નાની કંપનીઓની સમક્ષ બંધ થવાનો ખતરો સર્જાયો છે.
 
વડાપ્રધાન હસ્તક્ષેપ કરે તેવી અપીલ
 
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશને હાલમાં 1 સપ્ટેમ્બર 2016થી સાઈકલો પર વિશેષ પ્રકારના રિફલેકટર લગાવવા અંગેનો આદેશ આપ્યો છે. જે માત્ર ચીનની એક કંપની બનાવે છે. ઈન્ડિયન બાઈસાઈકલ મેન્યુફેકચર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને તે આ મુદ્દે હસ્તક્ષેપ કરે તેમ જણાવ્યું છે. તેમણે આ નિર્ણયને ઓછામાં ઓછા એક વર્ષ માટે ટાળવા અંગેની અપીલ કરી છે. 
 
એક વર્ષ માટે ટાળવામાં આવે નિર્ણય
 
ઈન્ડિયન બાઈસિકલ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ આરડી શર્માએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે રોડ સેફટી માટે એક કમિટી બનાવી હતી. આ કમિટિએ એક સુચન કર્યું હતું કે સાઈકલો પર વિશષ પ્રકારના રિફલેકટર્સ લગાડવામાં આવે. તે હાલ  ભારતમાં બનતા નથી પરતું ચીનમાં બને છે.
 
ભારતમાં બનેલા રિફલેકટર્સ લગાડવામાં આવે
 
શર્મા એ કહ્યું કે તે રોડ સેફટી દ્વારા વિશેષ પ્રકારના રિફલેકટર્સ લગાડવાના વિરોધમાં નથી. તેમણે કહ્યું હતું કે ત્યાં સુધી આ પ્રકારના નિર્ણયોને રોકવામાં આવે જયાં સુધી આ રિફલેકટર્સ ભારતમાં બનવાના શરૂ થાય.
 
એમએસએમઈ સેકટર પર પણ વધશે સંકટ
 
તેમણે જણાવ્યું હતું કે, હાલ ચીનમાં એક જ કંપની સ્ટેલાઈટ આ પ્રકારના રિફલેકટર્સ બનાવે છે. આ પ્રકારના આદેશથી કંપનીની મોનોપોલી થઈ જશે અને ભારતીય સાઈકલ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણ રીતે ઈમ્પોર્ટના ભરોસે રહેવું પડશે. 
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DIPP Asks Bicycle Industry To Use Specific Reflectors By 1st Sep
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.