• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Central PSU Buys 10% Products From MSE

વેપારીઓને ઝટકો, PSUએ એમએસઈ પાસેથી માત્ર 10%ની ખરીદી કરી

વેપારીઓને ઝટકો, PSUએ એમએસઈ પાસેથી માત્ર 10%ની ખરીદી કરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આદેશ છતા સરકારી કંપનીઓ નાના કારોબારીઓ પાસેથી ખરીદી કરી રહી નથી. એમએસએમઈ મિનિસ્ટર કલરાજ મિશ્રની અધ્યક્ષતામાં થયેલી એક રિવ્યું મિટિંગમાં જાણવા મળ્યું છે કે, સેન્ટ્રલ પીએસયુ એમએસઈ(માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ) પાસેથી 10 ટકાથી ઓછાની ખરીદી કરી રહ્યું છે. જયારે એપ્રિલ 2015થી અમલમાં આવેલી પબ્લિક પ્રોકયોરમેન્ટ પોલિસી અંતર્ગત પીએસયુએ ઓછામાં ઓછી 20 ટકા ખરીદી કરવી ફરજિયાત છે.
 
50 પીએસયુનું લિસ્ટ થશે તૈયાર
 
મિટિંગ દરમિયાન મિશ્રએ એમએસએમઈ સેક્રેટરીને આદેશ આપ્યા છે કે તે કેન્દ્રની 50 મોટી સરકારી કંપનીઓ અને વિભાગોની યાદી તૈયાર કરે અને મિનિસ્ટર લેવલ પર મિટિંગ બોલાવવામાં આવે. આ સિવાય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારી સમક્ષ રાખવામાં આવે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે એમએસએમઈમાંથી ઓછામાં ઓછી 20 ટકા સરકારી ખરીદી કરવામાં આવે.
 
એસસી/એસટી કારોબારિયો પાસેથી પણ ખરીદી કરવમાં આવતી નથી
 
પબ્લિક પ્રોકયોરમેન્ટ પોલિસી અંતર્ગત એસસી/એસટી કારોબારિયો પાસેથી પણ સરકારી કંપનીઓએ ઓછામાં ઓછી 4 ટકાની ખરીદી કરવી અનિવાર્ય છે. જોકે અત્યાર સુધીમાં માત્ર 0.2 ટકાની ખરીદી કરવામાં આવી રહી છે.
 
શું છે પ્રોક્યોરમેન્ટ પોલિસી
 
દેશમાં એમએસએમઈ સેકટરને પ્રોત્સાહન આપવા માટે એમએસએમઈ ડેવલોપમેન્ટ એકટ 2006માં પબ્લિક પ્રોકયોરમેન્ટ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી અંતર્ગત સરકારી કંપની અને વિભાગોને વર્ષની કુલ ખરીદીમાંથી ઓછોમાં ઓછી 20 ટકા ખરીદી એમએસએમઈ પાસેથી કરવાની હતી. અગાઉ આમ કરવું જરૂરી ન હતું, જોકે એપ્રિલ 2015થી તેને અનિવાર્ય કરવામાં આવ્યું છે.
 
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Central PSU buys 10% products from MSE
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.