• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Industry Voice» Last Week Was Something Special In Terms Of Auto Industry, While Gold Has Also Shown Of Power Of Precious Metal

ઓટો એક્સ્પોમાં 80 ગાડિઓ રજૂ કરાઇ, સોનું 9 મહિનાની ટોચે, જાણો સપ્તાહના મોટા સમાચાર

નવી દિલ્હીઃ વિતેલા સપ્તાહે કાર-બાઇકના ક્રેઝી લોકો અને ઓટો કંપનીઓની દ્રષ્ટિએ અત્યંત ખાસ રહ્યું હતું, વિતેલા સપ્તાહે ઓટો એક્સ્પો 2016ની શરૂઆત થઇ ગઇ જેમાં 80થી વધુ ગાડિઓ શોકેસમાં મુકાઇ અને લોન્ચ કરાઇ હતી. તેના સિવાય સોનું 9 મહિનાની ટોચે પહોંચી ગયું. અહીં અમે સપ્તાહના કેટલાક મોટા સમાચાર વિશે જણાવીએ છીએ...
 
# Auto Expo:બે દિવસમાં80ગાડીઓ રજૂ કરાઈ, શુક્રવારથી એકસ્પો પબ્લિક માટે ખુલશે 
 
ઓટો એકસ્પોના શરૂઆતના બે દિવસો દરમિયાન 80 ગાડીઓને લોન્ચ અને શોકેસ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે કોમ્પેકટ એસયુવી પર ભાર મુકવામાં આવ્યો હતો. જયારે બીજા દિવસે મોટી સંખ્યામાં કોમર્શિયલ વાહનો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં જેબીએમ ઓટોની ઈલેકટ્રિક બસ, મહિન્દ્રાની ઈલેકટ્રિક કારનો સમાવેશ થાય છે. શુક્રવારથી ઓટો એકસ્પો પબ્લિક માટે ખુલશે.
 
 
 
9મહિનાની ઊંચાઇ પર સોનુ,દસગ્રામદીઠ રૂ.27,700પર પહોંચ્યા ભાવ
 
બુલિયન માર્કેટમાં સોનું શનિવારે 9 મહિનાના સૌથી ઊંચા મથાળે પહોંચી ગયું હતું. સોનાની કિંમતોમાં સતત સાતમાં દિવસે તેજી નોંધાઇ હતી. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસોમાં રૂ. 30ના વધારા સાથે દસગ્રામદીઠ રૂ. 27,700ના મથાળે પહોંચી ગયું છે.
 
 
 
ભારતીયબાસમતીને મળશેGIટેગ, IPABએ નકારી પાકિસ્તાનની અરજી
 
ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અપીલેટ બોર્ડ (આઈપીએબી) તરફથી ભારતીય બાસમતીને ટૂંક સમયમાં જીઆઈ ટેગ મળી જશે. આઈપીએબીએ પાકિસ્તાની બાસમતી ઉત્પાદકોની અપીલ નકારી કાઢી છે. આઈપીએબીએ ચાર સપ્તાહની અંદર આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને સર્ટિફિકેટ આપવાનો આદેશ કર્યો છે.
 
સબસિડી વગરનો સિલિન્ડર રૂ.84સસ્તો થયો,જેટ ફ્યુલની કિંમતમાં12%ઘટાડો... 
 
ગ્લોબલ માર્કેટમાં ગેસની કિંમત ઘટ્યા બાદ ઓઈલ કંપનીઓએ નોન સબસિડી સિલિન્ડરની કિંમતમાં 84 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 163 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
 
 
 
આગળની સ્લાઇડમાં વાંચો અન્ય મોટા સમાચારો
(Industry Voice Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last week was something special in terms of Auto Industry, while Gold has also shown of power of precious metal
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.