• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» With Net Rating Formula Small Enterprises Will Get Easy Financing From The Bank

બિઝનેસ માટે લોન મળશે સરળતાથી, સરકાર લાવશે નવી રેટિંગ ફોર્મ્યૂલા

 
નવી દિલ્હીઃ નાના કારોબારીઓ માટે બેંકમાંથી લોન લેવાનું હવે સરળ થઈ જશે. તેના માટે મોદી સરકાર નવી રેટિંગ ફોર્મ્યૂલા લાવી રહી છે. નવી ફોર્મ્યૂલામાં કારોબારીઓની નાણાંકીય સ્થિતિની સાથે સાથે તેની ઓપરેટિંગ વિગતોને પણ સ્થાન મળશે. આમ થવાથી બેંકોને સારું પ્રદર્શન કરી રહેલ નાના કારોબારીઓને લોન આપવાનું સરળ થઈ શકશે. 

શું છે તૈયારી

બેંકો તરફથી નાના કારોબારીને લોન સરળતાથી મળી શકે તેના માટે ફેબ્રુઆરીમાં સુક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેણે પોતાની ભલામણોમાં કહ્યું કે, કારોબારીઓને લોન સરળતાથી મળે, તેના માટે નીચ મુજબના પગલા લેવા જોઈએ. 

- બેંકોના ઇન્ટરનલ અને ક્રેડિટ રેટિંગ એજન્સીના રેટિંગમાં એકરૂપતા લાવવામાં આવે.
- રેગિંટ લેવા પર ભારત સરકાર તરફથી સબસિડી આપવામા આવે છે, તેમાં પણ ફેરફાર કરવામાં આવે. 
- એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવે, જ્યાં રેટિંગ એજન્સી કંપનીઓની વિગતો જાહેર કરે. 
- માત્ર સેબી અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત રેટિંગ એજન્સીઓ જ નાના કારોબારીનું રેટિંગ કરે. 
- કંપનીઓના રેટિંગમાં તેની નાણાંકીય સ્ટ્રેન્થ અને ઓપરેટિંગ પ્રદર્શનની વિગતો પણ આપવામાં આવે. 

નવી ફોર્મ્યૂલામાં આ રીતે થશે રેટિંગ

રેટિંગ સ્કેલ 8 કેટેગરીમાં આપવામાં આવશે. તેના માટે હાઈએસ્ટ ક્રેડિટ, હાઈ ક્રેડિટ, ગુડ ક્રેડિટ, એવરેજથી વધારે ક્રેડિટ, એવરેજ ક્રેડિટ, એવરેજથી નીચે ક્રેડિટ, વીક ક્રેડિટ, પૂઅર ક્રેડિટ કેટેગરી કરવાની દરખાસ્ત આપવામાં આવી છે. એ જ કેટેગરી અંતર્ગત નાણાંકીય અને ઓપરેટિંગ પ્રદર્શનનું રેટિંગ કરવામાં આવશે. કોઈપણ રેટિંગ એજન્સી જ્યારે કોઈ માઇક્રો એન્ટ સ્મોલ એન્ટરપ્રાઈઝેસનું રેટિંગ કરશે તો તેને નાણાંકીય અને ઓપરેટિંગ બન્નેના પરફોર્મન્સના આધારે રેટિંગ કરવાનું રહેશે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો....રેટિંગ એજન્સીઓએ કંપનીઓ કઈ જાણકારી સાર્વજનિક કરવાની રહેશે...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: with net rating formula small enterprises will get easy financing from the bank
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.