• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» After Two Years Mudra Scheme Fails To Reach Targeted Section

મોદી@2 : ન ઉભા થઇ શકયા નવા બિઝનેસ મેન, લક્ષ્યથી ભટકી મુદ્રા બેન્ક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં નાના વેપારીઓને સરળતાથી લોન આપવાનો વાયદો કર્યો હતો. સરકાર બન્યા બાદ વડાપ્રધાને નાના વેપારીઓને લોન આપવા માટે એક અલગ મુદ્રા બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ એપ્રિલ 2015માં બેન્કના બદલે સ્કીમ તરીકે લોન્ચ કરી. આ સ્કીમ હેઠળ લોન તો આપવામાં આવી રહી છે પરંતુ તેનો હેતુ સફળ થયો નથી.
 
શું છે મુદ્રા સ્કીમ
 
મુદ્રા (માઇક્રો યૂનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી) ની ટેગલાઇન ફન્ડિંગ ફોર અનફન્ડેડ છે. એટલે કે, એવા લોકોને લોન આપવી જેને અત્યાર સુધી નથી મળી. તેમાં નાના દુકાનદારો, વેપારીઓ સામેલ છે. આ યોજના હેઠળ બિઝનેસ શરૂ કરવા માટે 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. એપ્રિલ 2015માં તેને વડાપ્રધાન મુદ્રા સ્કીમના નામે લોન્ચ કરવામાં આવી.
 
બેન્ક પોતાના જુના કસ્ટમર્સને આપી રહી છે લોન  
 
આ સ્કીમની મોટી મુશ્કેલી એ છે કે તે પોતાની ટેગલાઇન ફન્ડિંગ ફોર અનફન્ડેડ પર ખરી નથી ઉતરી. હાલમાં જ એક રિપોર્ટ અનુસાર મુદ્રા સ્કીમ હેઠળ લગભઘ 65 ટકા એવા બિઝનેસમેનોને લોન આપવામાં આવી રહી છે. જે પહેલેથી લોન લઇને બિઝનેસ કરી રહ્યા છે જયારે 35 ટકા જ નવા કારોબારી છે.
 
સબ્સિડિયરી બન્યો મુદ્દો
 
સરકારે કહ્યું હતું કે મુદ્રા પોતે એક બેન્ક હશે. પરંતુ બે વર્ષ થઇ ગયા લાખો લોકો લોન લઇ ચૂકયા છે પરંતુ મુદ્રા બેન્કનું અસ્તિત્વ જ નથી. મુદ્રાને સીડબી (સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક)ની સબ્સિડિયરી બનાવી દેવામાં આવી છે. અને લોકોને બેન્કોના માધ્યમથી લોન આપવામાં આવી રહી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો કોણ છે નારાજ 
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: After two years mudra scheme fails to reach targeted section
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.