• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» MSME Ministry Finalized The New Guideline Of The Scheme For The Credit Rating

બિઝનેસ માટે મળશે સરળતાથી લોન, સરકારે બનાવી નવી રેટિંગ સિસ્ટમ

નવી દિલ્હીઃનાના વેપારીઓ માટે હવે બેન્કોમાંથી લોન લેવાનું કામ સરળ થશે. આ માટે સરકારે નવી રેટિંગ ફોર્મ્યુલાની ગાઈડલાઈન તૈયાર કરી છે. આ અંતર્ગત રેટિંગ કરતી વખતે જ કારોબારિઓની ફાઈનાન્શિયલ સ્થિતિની સાથે-સાથે તેમની ઓપરેટિંગ ડિટેલ્સનું પણ ચેકિંગ થઈ જશે. આમ થવાને કારણે જે કારોબારીઓ સારું પરફોર્મ કરી રહ્યાં છે તેમને સરળતાથી બેન્કની લોન મળી શકશે.
 
શું છે તૈયારી 
 
બેન્કો પાસેથી નાના કારોબારિઓને લોન સરળતાથી મળે તે માટે ફેબ્રઆરીમાં જ સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉધોગ મંત્રાલય દ્વ્રારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેની ભલામણોના આધારે નવી રેટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ છે મુખ્ય ફેરફાર...
 
1.માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે સ્કીમને લાગુ કરવા માટેની જવાબદારી એનએસઆઈસીની પાસે હશે.
2.રેટિંગ નક્કી કરતી વખતે કારોબારીની ક્રેડિટ લેવાની ક્ષમતાની સાથે-સાથે તેમના બિઝનેસના દેખાવને પર તપાસવામાં આવશે.
3.એક ઓનલોઈન પોર્ટલ બનશે, જયા રેટિંગ એજન્સીઓ કંપનીઓની ડિટેલ પબ્લિક કરશે. 
4.માત્ર સેબી અને આરબીઆઈ દ્વ્રારા નક્કી માન્યતા પ્રાપ્ત રેટિંગ એજન્સીઓ જ નાના કારોબારિઓને રેટિંગ કરી શકશે.
5.કંપનીઓના રેટિંગમાં તેમની ફાઈનાન્શિયલ સ્ટ્રેન્થ અને ઓપરેટિંગ પરફોર્મેન્સની ડિટેલ પણ આપવામાં આવશે. 
 
નવી ફોર્મ્યુલામાં આ રીતે થશે રેટિંગ 
 
રેટિંગ સ્કેલ 8 કેટેગરીમાં આપવામાં આવશે. આ માટે હાઈએસ્ટ ક્રેડિટ, હાઈ ક્રેડિટ, ગુડ ક્રેડિટ, એવરેજથી વધુ ક્રેડિટ, એવરેજ ક્રેડિટ ક્રેડિટ, એવરેજથી નીચી ક્રેડિટ, વીક ક્રેડિટ, પુઅર ક્રેડિટ જેવી કેટગરી કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તે જ કેટગરી અંતર્ગત ફાઈનાન્શિયલ અને ઓપરેટિંગ પરફોર્મન્સનું રેટિંગ કરવામાં આવશે. કોઈ પણ રેટિંગ એજન્સી જયારે માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝનું રેટિંગ કરશે તો તેમને ફાઈનાન્શિયલ અને ઓપરેટિંગ બંનેના પરફોર્મન્સના આધારે રેટિંગ કરવાનું રહેશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, રેટિંગ એજન્સીએ કંપનીઓની કઈ માહિતી જાહેર કરવાની રહેશે...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MSME Ministry Finalized The New Guideline Of The Scheme For The Credit Rating
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.