• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Lending To SMEs Decline YoY Nullifies Govt's Claims To Boost Sector

પાછલા વર્ષની તુલનામાં SMEની લોન ઘટી, આરબીઆઈના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃએક બાજુ સરકાર નાના કારોબારીઓને પ્રોત્સાહન આપવાનો દાવો કરી રહી છે તો બીજી બાજુ બેંકો દ્વારા એસએમઈ દ્વારા લેવામાં આવતી લોનના રેટમાં ઘટાડો આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ અહેવાલમાં વર્ષ 2014 અને 2015માં માર્ચથી લઇને નવેમ્બર સુધીના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર વર્ષ 2015ના 9 મહિનામાં એમએસએમઈનમાં લોનની માગ ઝડપથી ઘટી રહી છે અને બેંકોના આઉટસ્ટેન્ડિંગ નેગેટિવ ઝોનમાં પહોંચી ગયા છે. 

કેટલો ઘટ્યો લોનનો દર

અહેવાલ અનુસાર પાછલા વર્ષે 2014ના માર્ચથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે માઈક્રો અને સ્મોલ એ્ટરપ્રાઈસેસ (એમએસઈ)ના લોનમાં 2.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે માર્ચ 2015થી લઈને નવેમ્બર 2015ની વચ્ચે એમએસઈના લોનમાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોટી વાત એ છે કે, મધ્ય ઉદ્યોગોની લોનમાં ઘટાડાનો દર 9.3 ટકા સુધી પહોંચી ગયો છે. 

એમએસઈને કેટલી લોન લીધી

આરબીઆઈ અનુસાર માર્ચ 2015માં બેંકોના એમએસઈ એકાઉન્ટમાં 3 લાખ 80 હજાર કરોડ રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ હતું, જે નવેમ્બરમાંમ ઘટીને 3 લાખ 72 હજાર 200 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે માર્ચ 2014માં બેંકના એમએસઈ એકાઉન્ટમાં 3 લાખ 48 હજાર 200 કરોડ રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ હતું, જે નવેમ્બર 2015માં ઘટીને 1 લાખ 22 હજાર 200 કરોડ રૂપિયા રહ્યું છે. વર્ષ 2015ના 9 મહિનામાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

મધ્યમ ઉદ્યોગોની લોનમાં ઘટાડાનો દર વધ્યો

મધ્યમ ઉદ્યોગોની લોનની માગ 2014માં ઓછી હતી, પરંતુ વર્ષ 2015માં આ ઘટાડો ખૂબ જ વધી ગયો છે. આરબીઆઈ અનુસાર મધ્યમ સેક્ટર માટે બેંકોના આઉટસ્ટેન્ડિંગ માર્ચ 2015માં 1 લાખ 500 કરોડ રૂપિયા હતું, જે નવેમ્બર 2015માં ઘટીને 1 લાખ 14 હજાર 800 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...આમની લોનની માગ વધી છે...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lending to SMEs decline YoY nullifies govt's claims to boost sector
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.