• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Income Tax Department Keeps Eye On Micro-Finance And Gold Loan Companies

નોટબંધીઃ ગોલ્ડ અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર

નવી દિલ્હીઃનોટબંધી લાગુ થયા પછી સરકારની નજર એવી કંપનીઓ પર છે જ્યાં બ્લેકમની વધારે ખપવાની શંકા છે. આને ધ્યાનમાં રાખીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવી કંપનીઓના રેકોર્ડ ચેક કરી રહી છે. ડિપાર્ટમેન્ટ આ માટે ગોલ્ડ લોન આપતી કંપનીઓ અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર પણ નજર રાખી રહ્યું છે. એ વાતની શંકા છે કે આ કંપનઓ મારફત પણ લોકો બ્લેકમની ખપાવી શકે છે. 
 
કઇ વાતનો છે ડર
 
સૂત્રો પાસેથી મનીભાસ્કરને મળેલી જાણકારી અનુસાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગોલ્ડ લોન અને માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પાસેથી ડિટેલ મંગાવી રહ્યું છે. તેમાં આ વાત ચેક કરવામાં આવી રહી છે કે જેમણે ગોલ્ડ લોન લીધી છે તેમણે એટલા પ્રમાણમાં સોનુ ગીરવે રાખ્યું છે કે કેમ. તે માટે ડિપાર્ટમેન્ટ આ વાતનો પતો લગાવી શકે છે કે લોકોએ આવકની સરખામણીમાં કેટલું સોનું મુક્યું છે. આ ઉપરાંત શું કંપનીઓ એકાઉન્ટ્સ ખોલવામાં કોઇ હેરાફેરી તો નથી કરી રહીને. 
 
આ રીતે માઇક્રોફાઇનાન્સ કંપનીઓ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને લોન આપીને ઇએમઆઇ લે છે. તેથી એ વાતને પણ ચેક કરવામાં આવી રહી છે કે એકાઉન્ટ ખોલવામાં કોઇ વાતે ગરબડ તો નથી થતી ને. આ અંગે એક ફાઇનાન્સ કંપનીના અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું કે કંપની કેવાસી માનકોના આધાર પર લોન આપે છે. જે આરબીઆઇ દ્વારા બનાવવામાં આવી છે. તેથી નિયમોમાં કોઇ ગરબડ થઇ શકે એમ નથી. 
 
આગળ વાંચો, બેન્ક અધિકારીઓની મિલીભગતની શંકા...
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Income Tax Department keeps eye on micro-finance and gold loan companies
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.