• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» HDFC Bank Launches First Digital Bank

HDFC બેન્ક નાના કારોબારીઓને 24 કલાકમાં આપશે લોન, ઓનલાઈન થઈ શકશે પ્રોસેસ

HDFC બેન્ક નાના કારોબારીઓને 24 કલાકમાં આપશે લોન, ઓનલાઈન થઈ શકશે પ્રોસેસ
 
નવી દિલ્હી: હવે નાના કારોબારીઓ એસએમઈને લોન લેવા માટે બેન્કોના ધક્કા નહી ખાવા પડે. તે પોતાની ઓફિસમાં બેઠા-બેઠા પોર્ટલ પર જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરીને બેન્ક લોન માટે એપ્લાઈ કરી શકશે. બેન્ક તેમને લોન મળી શકશે કે કેમ તે અંગેની માહિતી 24 કલાકમાં આપશે. બેન્કને જો વધુ ડોકયુમેન્ટની જરૂરિયાત લાગશે તો તે હજુ વધુ ડોકયુમેન્ટની જરૂર હોવાનો મેસેજ પણ મોકલશે. એચડીએફસી બેન્ક લિમિટેડે એસએમઈ કારોબારિઓને લોન ઉપલબ્ધ કરાવવા માટેની પહેલી ડિજિટલ એસએમઈ બેન્ક લોન્ચ કરી છે. એચડીએફસી બેન્ક લિમિટેડના ગ્રુપ હેડ, બિઝનેસ બેન્કિંગ અસીમ ઘ્રૂએ એસએમઈ માટે ડિજિટલ બેન્કની જરૂરિયાત અને એસએમઈના લોન ડિસ્બર્સમેન્ટ સાથે જોડાયેલા ઈશ્યુ વિશે વાત કરી છે.
 
સવાલ- તમને એસએમઈને લોન ઉપલબ્ધ કરાવવા માટે અલગ પ્લેટફોર્મની જરૂરિયાત કેમ લાગી ?
 
નાના કારોબારીઓ માટે બેન્કમાં જઈને લોન લેવી એ એક ચેલેન્જ છે. અમારી વેબસાઈટ  પર જઈને કોઈ પણ એસએમઈ છ મહીનાનું બેન્ક સ્ટેટમેન્ટ અને પ્રોફીટ લોસ સર્ટિફિકેટ અપલોડ કરી શકે છે. બેન્ક 24 કલાકમાં તેને લોન મળશે કે કેમ તે જણાવશે.
 
આ કારણે ટ્રેડિશનલ એસએમઈને લોન બાબતે શું સગવડતા મળશે ?
 
અમે આ પ્લેટફોર્મ લોન્ચ કરતા અગાઉ એસએમઈ કારોબારીઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે બેન્કમાંથી લોન લેવાની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અને તેમા ખુબ જ સમય લાગે છે. અમે આ સમસ્યાનું સમાધાન કર્યું છે. 
 
હાલ નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. તેને લઈને તમારી શું સ્ટ્રેટેજી છે ?
 
કોઈ પણ સ્ટાર્ટઅપ લોન માટે અમારો સંપર્ક કરી શકે છે. અમે 24 કલાકમાં તેને લોન મળશે કે કેમ તે અંગેની માહિતી જણાવીશું. મિટિંગ કરવાની જરૂરિયાત લાગશે તો તે પણ કહેવામાં આવશે.
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: HDFC bank launches first digital bank
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.