• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Financing» Bank Of Baroda’S This Scheme Very Helpful For Entrepreneurs

કારોબારીઓને બેન્ક આપે છે 10 કરોડ સુધીની લોન, ઉઠાવો આ સ્કીમનો ફાયદો

નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ માટે 10 કરોડ રૂપિયા સુધીની લોન લેવા માંગતા હો તો બેન્ક ઓફ બરોડાની આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. જે મુજબ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઈઝને તેમની જરૂરિયાતોના આધારે લોન મળે છે. મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઈઝેસના મુદ્દે પ્લાન્ટ અને મશીન લગાવવા તથા સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઈઝમાં ઉપકરણોની ખરીદી માટે લોનની અલગ અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
 
ક્યા કારોબારીઓને મળે છે લોન
 
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને સેક્ટર સાથે સંકળાયેલા કારોબારીઓને આ લોન મળે છે. સામાન પ્રોડક્શન, પ્રોસેસિંગ કે પ્રિઝર્વેશન સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઈઝને આ લોન આપવામાં આવે છે. આ એન્ટરપ્રાઈઝ પ્લાન્ટ લગાવવાથી લઈને મશીનોની ખરીદી સુધી માટે લોન લઈ શકે છે. આ રીતે જે એન્ટરપ્રાઈઝ સર્વિસ આપવા સાથે સંકળાયેલા હોય તેમને સર્વિસ એન્ટરપ્રાઈઝ લોન આપવામાં આવે છે. આ એન્ટરપ્રાઈઝ જરૂરી ઉપકરણોની ખરીદી માટે પણ લોન લઈ શકે છે. ઉપરાંત ફૂડ એન્ડ એગ્રો પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝને પણ માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ અંતર્ગત લોનની જોગવાઈ છે. તમના માટે તેઓ એમએસએમઈડી એક્ટ, 2006ના માપદંડો પર ખરા ઉતરવા જોઈએ.
 
કેટલી મળે છે લોન
 
સ્કીમ અંતર્ગત 10 લાખ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની લોનની જોગવાઈ છે. માઈક્રો એન્ટરપ્રાઈઝ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ માટે 25 લાખ રૂપિયા અને સર્વિસ એન્ટરપ્રાઈઝ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.
 
સ્મોલ એન્ટપ્રાઈઝ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ માટે 25 લાખ રૂપિયાથી ઉપર અને 5 કરોડ રૂપિયા સુધી તથા સર્વિસ સેક્ટર માટે 10 લાખ રૂપિયાથી ઉપર અને 2 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકાય છે.
 
મીડિયમ એન્ટરપ્રાઈઝ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ માટે 5 કરોડથી ઉપર અન 10 કરોડ રૂપિયા સુધી અને સર્વિસ સેક્ટર માટે 2 કરોડથી ઉપર અને 5 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, અલગ-અલગ લોન એમાઉન્ટ પર શું છે ઈન્ટરેસ્ટ રેટ..
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
(Financing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank of Baroda’s this scheme very helpful for entrepreneurs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.