• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» When And How Can You Withdraw From Your EPF

જાણો, PFની સંપૂર્ણ રકમ તમે ક્યારે ઉપાડી શકો છો, શિક્ષણ માટે 50 ટકા મળશે


બિઝનેસ ડેસ્કઃ એ તો બધાને ખબર છે કે પગાર મેળવનાર કોઈપણ કર્મચારી માટે પીએફ એ બચતની સારી સ્કીમ છે, પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે પીએફ બેલેન્સ ક્યારે ઉપાડી શકાય છે અને પીએફની રકમ ઉપાડવા પર ટેક્સ લાગે છે કે નહી. આજે અમે તમને જણાવીશું કે પીએફના રૂપિયા ક્યારે અને કેવી રીતે ઉપાડી શકાય છે. 
 
કેટલા વર્ષ પછી અને ક્યારે ઉપાડી શકાય છે  PFની રકમ
પીએફની રકમ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપાડી શકાય છે. 7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે PFની સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો અને કેટલીક પરિસ્થિતિમાં પીએફની કુલ રકમનો કેટલોક ભાગ ઉપાડી શકો છો. આવો જાણીએ કઈ છે 7 પરિસ્થિતિ જેમાં પીએફની રકમ ઉપાડી શકાય છે. 
 
1. મેડિકલ ટ્રીટમેન્ટ 
- તમે તમારી, પત્નીની, બાળકોની કે પછી માતા-પિતાની સારવાર માટે પીએફ ઉપાડ કરી શકો છો.
- આ સ્થિતિમાં તમે ગમે ત્યારે પીએફ ઉપાડ કરી શકો છો, એટલે કે એ જરૂરી નથી કે તમારી સર્વિસને કેટલો સમય થયો છે. 
- તેના માટે એક મહિનો અથવા તેનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં ભરતી થયાની સાબિતી આપવી પડે છે. 
- સાથે જ એ સમય માટે એમ્પ્લોયર દ્વારા એપ્રૂવ લીવ સર્ટિફિકેટ પણ આપવાનું રહે છે. 
- પીએફના રૂપિયા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે વ્યક્તિએ પોતાના એમ્પ્લોયર અથવા ઈએસઆઇ દ્વારા એપ્રૂવ એક સર્ટિફિકેટ પણ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટમાં જાહેર કરવામાં આવે છે કે, જે વ્યક્તિને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર છે, તેના સુધી ઈએસઆઇ સુવિધા પહોંચી નહીં શકે અથવા ઈએસાઇની સુવિધા તેના આપી શકાશે નહીં. 
-તેના માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ 31 અનુસાર અરજી કરવાની સાથે સાતે બીમારીનું સર્ટિફિકેટ અથવા અન્ય તેને સંલગ્ન અન્ય કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહે છે. 
- મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલેરીના છ ગણી રકમ અથવા સંપૂર્ણ પીએફની રકમ (બન્નેમાંથી જે રકમ ઓછી હોય થે) ઉપાડી શકે છે.  
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કઈ-કઈ પરિસ્થિતિમાં પીએફની રકમ ઉપાડી શકાય છે...
નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
 
 
Related Articles
આ પાંચ સ્ટેપ્સ વડે જાણો તમારો UAN નંબર, મેળવો પીએફ પાસબુક
પીએફ પર મળતા વ્યાજને ઘટાડવાની તૈયારી, આજે રજૂ થઈ શકે છે પ્રસ્તાવ
પ્રોવિડન્ટ ફંડના પૈસા હવે મળશે ફક્ત 20 દિવસમાં

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.