• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Follow These Tips To Get Hassle-Free Credit Or Loan

લોન લેવી પણ સમજી-વિચારીને, આ ટિપ્સ તમારું કામ સરળ કરશે

લોન લેવી પણ સમજી-વિચારીને, આ ટિપ્સ તમારું કામ સરળ કરશે
નવી દિલ્હીઃ આજકાલ દરેક વસ્તુ માટે લોન મળે છે. લગભગ 50થી વધુ બેંક આકર્ષક લોન ઓફર કરી રહી છે. મુશ્કેલી ત્યારે ઉદ્ભવે છે જ્યારે તમને એ નક્કી નથી કરી શકતા કે લોન લેવા માટે કઈ બેંકમાં જવુ. ઉપરાંત લોનની શરતો પણ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે એવામાં લોન માટે અરજી કરતાં પહેલા કેટલીક વાતો જાણવી જરૂરી છે કારણ કે એક એક રૂપિયો જમા કરીને તમે બચત કરતા હોવ છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે લોન માટે ક્યાં અને કેવી રીતે અરજી કરશો. 

લોન અરજી કરતાં સમયે આ વાતનું ધ્યાન રાખવું

લોન માટે વધારાનો ચાર્જ કેટલો છે તે જાણવું
 
લોન માટે અરજી કરતાં પહેલા કોઈપણ બેંક અથવા નાણાંકીય સંસ્થાના એ નિયમ વિશે જાણી
લેવું જોઈએ કે લોન માટે જો લોનના સમયગાળા પહેલા એક સાથે લોનની ચૂકવણી કરવામાં આવે મતલબ પ્રી પેમેન્ટ અને ફોરક્લોઝર ચાર્જ કેટલો રહેશે. કેટલીક લોન જેમ કે હોમ લોનમાં આ પ્રકારના ચાર્જ નથી લાગતા. જ્યારે ઘણી બેંક પર્સનલ અને એજ્યુકેશન લોન પર ચાર્જ વસુલે છે. જ્યારે કેટલીક બેંક પર્સનલ લોન પર પણ પાર્ટ પ્રીમેન્ટ ચાર્જ નથી લેતી. એવામાં આવા કોઈપણ નિયમ અંગે પહેલેથી જાણવું જરૂરી છે. 

ડોક્યુમેન્ટમાં વાંચ્યા વગર સહી ન કરવી
 
તમારી લોન માટે ડોક્યુમેન્ટને ધ્યાનથી વાંચી અને તમામ વિગતો સમજી લેવી ત્યારે બાદ જ સહી કરવી જોઈએ. જોકે, ટેકનીકલી ભાષા સમજવામાં અઘરી અને ભ્રામક હોઈ શકે છે. તેને ભલે તમે છોડી દો પરંતુ ફી અને ચાર્જનું સેક્શન વાંચીને સમજી લેવું જોઈએ. તમને સારી રીતે ખબર હોવી જોઈએ કે, લોન આપનારી સંસ્થા તમારી પાસેથી કઈ સેવા માટે ક્યા પ્રકારનો ચાર્જ વસુલશે. 

વ્યાજ દર અને સમયગાળાને લઇને તપાસ કરી લેવી
 
લોન આપવી કે ન આપવી તે લોન આપનારી સંસ્થા પર આધાર રાખે છે. ઉપરાંત લોન લેનારની પ્રકૃતિ, વ્યાજદર અને સમયગાળા પર પણ આધાર રાખે છે. માટે વ્યાજ દર અને સમયગાળાને લઇને જુદી જુદી બેંકો અને સંસ્થાઓની વચ્ચે તૂલના કરો. જેથી કરીને તમે ઓછા વ્યાજ દરે લોન લઈ મેળવી શકો છો. 
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: follow these tips to get hassle-free credit or loan
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.