• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Know Process To Avail Loan From Banks For Starting New Business

નવા બિઝનેસની શરૂઆત માટે બેન્ક પાસેથી આ રીતે લો લોન, જાણો આખી પ્રક્રિયા

નવી દિલ્હીઃ જો આપે બિઝનેસ શરૂ કરી દીધો છે, પરંતુ તેના વિસ્તાર માટે નાણાંની કમી છે અને માર્કેટમાં સર્વાઇવ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે તો ચિંતિત ન બનો, કારણ કે આ સ્થિતિ ફકત આપની નથી પરંતુ પ્રથમ વાર કારોબાર શરૂ કરનારા મોટાબાગના બિઝનેસમેનને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નવા ઉદ્યોગસાહસિકોની પાસે એક માત્ર રસ્તો હોય છે બેન્કમાંથી લોન લેવી. જો આપ પણ નવા બિઝનેસમેન છો અને પોતાના વ્યવસાય માટે બેન્કથી લોન લેવા માંગો છો તો અને આપને અહીં જણાવી રહ્યા છીએ લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા.
 
બેન્કમાંથી લોન લેવાની પાત્રતા
 
બેન્ક પાસેથી બિઝનેસ લોન લેવા માટે આપની કંપની સિંગલ ફર્મ, ભાગીદારી પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની કે પબ્લિક લિમિટેડ હોવી જોઇએ. ત્યાર બાદ જ આપ બેન્કમાંથી બિઝનેસ લોન લેવા માટે અરજી કરી શકો છો. બિઝનેસ લોન માટે અરજી કરો ત્યારે બેન્ક આપની પાસેથી કોલેટરલ ડિમાન્ડ એટલે કે સિક્યુરિટી માંગે છે. ઘણી બેન્ક કોલેટરલ ડિમાન્ડ નથી પણ કરતી. સરકાર નાના ઉદ્યોગોને બિઝનેસ લોન આપવા માટે સિડબી અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયથી કોલેટરલ ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આ સુવિધા ક્રેડિટ ગેરંટી ફન્ડ ટ્રસ્ટ (સીજીટીએસએમઇ) હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે હેઠળ બેન્ક કોઇ કોલેટરલ વગર ૧ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો બિઝનેસ લોન માટે શું છે માપદંડ...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.